Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ગુજરાતમાં નવી શિક્ષણનીતિનો અમલ ૧ જૂન, ૨૦૨૩થી થશે

પ્રતિકાત્મક

રાજ્ય સરકાર ૬ વર્ષથી ઓછી વયના બાળકો માટે બાળવાટિકા શરૂ કરશે

(એજન્સી)ગાંધીનગર, વાલીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ૬ વર્ષથી ઓછી વયના બાળકો માટે બાળવાટિકા શરૂ કરાશે. The new education policy in Gujarat will be implemented from June 1, 2023

૧ જૂન, ૨૦૨૩થી ગુજરાતમાં નવી શિક્ષણનીતિની અમલવારી શરૂ થશે. ૬ વર્ષ પૂર્ણ કરનારને જ પહેલા ધોરણમાં પ્રવેશ મળશે. ત્યારે ૬ વર્ષથી ઓછી વયના બાળકો માટે બાળવાટિકા શરૂ કરાશે. આગામી સમયમાં રાજ્ય સરકાર બાળવાટિકા અંગે પરિપત્ર કરશે.

બાળવાટિકા એક બે અને ત્રણ એમ ૩ ભાગોમાં શરૂ કરાશે. જેમાં ૩ થી ૪ વર્ષના બાળકોને બાળવાટિકા ૧માં પ્રવેશ અપાશે. ૪ થી ૫ વર્ષના બાળકોને બાળવાટિકા ૨માં અને ૫ થી ૬ વર્ષના બાળકોને બાળવાટિકા ૩માં પ્રવેશ અપાશે.

બાળવાટિકા એક અને બે આંગણવાડી હેઠળ કામ કરશે. જ્યારે બાળવાટિકા ૩ને પ્રાથમિક શાળા હેઠળ આવરી લેવાશે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ અગાઉ સ્પષ્ટ કહી ચૂક્યા છે કે, ૬ વર્ષમાં એક દિવસ પણ ઓછો હશે તો પહેલાં ધોરણમાં પ્રવેશ નહીં મળે.

તેમના માટે બાળવાટિકા શરૂ કરાશે. ગુજરાતના બાળકોને શિક્ષણનો અધિકાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવે છે. આ ઉપરાંત ડ્રોપઆઉટ રેશિયો ઘટે તે માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers