Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વરરાજા સહિત જાનૈયા માંડવાની જગ્યાએ સીધા જેલ પહોંચ્યા

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં બે મિત્રોના લગ્નમાં જાનૈયા સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. એલિસબ્રિજમાં વરરાજા અને જાનૈયાઓની જાન સીધી જ પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી.Janaiya including the bridegroom directly reached the jail instead of Mandwa

લગ્ન પ્રસંગમાં જુગારધામ ધમધમી રહ્યો હતો અને પોલીસે પહોંચીને રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસે ૮૯ જુગારીઓની ધરપકડ કરીને જુગારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપીઓ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. પરંતુ વરરાજા સાથે જાન જાેડીને લગ્ન કરવા પહોંચે તે પહેલાં વરરાજા અને જાનૈયા એલિસબ્રિજ પોલીસ સ્ટેશન પહોંચી ગયા કારણ કે તેઓ લગ્ન પ્રસંગ માં જુગાર રમી રહ્યા હતા.

મીઠાખળી વિસ્તારમાં રહેતા કાપડના વેપારી વર્ષીલ દેસાઈના લગ્ન પ્રસંગ હોવાથી એલિસબ્રિજમાં લક્ષ્મી નિવાસમાં બે ફ્લેટ મિત્રના રાખ્યા હતા.

આ ફ્લેટમાં મિત્રો અને વરરાજા જુગાર રમી રહ્યા હતા. જેની બાતમી એલિસબ્રિજ પોલીસને મળતા તેમને રેડ કરી હતી અને ફ્લેટના ૪૦૨ અને ૬૦૨ નંબરના ફ્લેટમાં જુગાર રમતા ૮૯ લોકોને ઝડપી લીધા. તેમની પાસેથી ૫૩ વાહન, ૯૮ મોબાઈલ, ૩.૭૪ લાખની રોકડ સહિત ૧.૫૮ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers