Western Times News

Gujarati News

Ravindra Jadejaએ પોતાના જ લગ્નમાં પોલીસ સાથે બાથ ભીડી હતી

નવી દિલ્હી, સર્જરીના કારણે લગભગ ૫ મહિના સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહેનાર ખેલાડી રવીન્દ્ર જાડેજાએ ઈજા બાદ ખાસ રીતે કમબેક કર્યું છે. ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીથી ખેલાડીએ કમબેક કર્યું છે.

લેફ્ટી સ્પિનર જાડેજા બંને મેચમાં જીતનો સુત્રધાર રહ્યો અને પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યો હતો. પ્રથમ ટેસ્ટમાં તેણે ૭૦ રનની શાનદાર ઇનિંગ રમવા ઉપરાંત ૭ વિકેટ પણ લીધી હતી અને દિલ્હીમાં રમાયેલી બીજી મેચમાં જાડેજાને ૧૦ વિકેટ મળી હતી. તે ૧૭ વિકેટ સાથે ટોપ પર છે.

ત્રીજી મેચ ૧ માર્ચથી ઈન્દોરમાં રમાવાની છે. રવિન્દ્ર જાડેજાના પિતા સિક્યોરિટી એજન્સીમાં કામ કરતા હતા અને પોતાના પુત્રને આર્મી ઓફિસર બનાવવા માંગતા હતા, પરંતુ એવું થઈ શક્યું નહીં એટલે કે જાડેજા પોતાના પિતાનું સપનું પૂરું કરી શક્યો નહી.

વર્ષ ૨૦૦૫માં રવીન્દ્ર જાડેજાની માતાના અવસાનથી જાડેજા ખૂબ જ હચમચી ગયો હતો. તે ક્રિકેટને પણ છોડી દેવાનું વિચારવા લાગ્યો. બાદમાં તેની બહેને તેની સંભાળ લીધી અને હિંમત આપી. તે ૨૦૦૮માં વિરાટ કોહલી ટીમની આગેવાની કરી રહ્યો હતો, ત્યારની ટી૨૦ વર્લ્ડ કપ જીતનાર ટીમનો વાઇસ કેપ્ટન હતો.

હાલમાં બંને દિગ્ગજ ક્રિકેટરો સિનિયર ટીમ માટે પણ એકસાથે સારું પ્રદર્શન કરી રહ્યા છે. પર્સનલ લાઇફની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજાએ ૨૦૧૬માં રીવાબા સોલંકી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન દરમિયાન એરિયલ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. ૩૪ વર્ષીય રવિન્દ્ર જાડેજાએ ૨૦૦૯માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

૨૦૧૨માં તે પ્રથમ ટેસ્ટ રમવા માટે મેદાનમાં ઉતર્યો હતો. ૨૦૧૨માં એમએસ ધોનીની કેપ્ટનશીમાં CSKએ તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. તે ૨૦૧૬માં ગુજરાત લાયન્સમાં જાેડાયો, કારણ કે CSK પર ૨ વર્ષનો પ્રતિબંધ હતો. બાદમાં તે ફરીથી CSK ટીમ સાથે જાેડાયો. શાનદાર પ્રદર્શનના કારણે એમએસ ધોનીએ રવિન્દ્ર જાડેજાને સર કહેવાનું શરૂ કર્યું અને તેણે આ નામથી ઓળખ પણ બનાવી.

IPL ૨૦૨૨ પહેલાં તેને ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ ખરાબ પ્રદર્શન બાદ તેણે રાજીનામું આપી દીધું હતું. આ પછી તેની અને ધોની વચ્ચે વિવાદના સમાચાર પણ સામે આવવા લાગ્યા હતા. આવી સ્થિતિમાં તેને ટીમમાંથી બહાર કરવાના સમાચાર આવ્યા હતા.

પરંતુ CSKએ આ પગલું ન લીધું પણ ખેલાડીને ફરી એક વખત તક આપી. હવે જાડેજા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પછી IPL ૨૦૨૩માં પણ તેના પ્રદર્શનને આગળ વધારવા માંગે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.