Western Times News

Gujarati News

શ્રીમદ ભગવદગીતાનો ઉપદેશ ‘ધર્મ’ છે? કે વિવિધ સંપ્રદાયિક ધર્મોની ફિલોસોફી ‘ધર્મ’ છે રાજકીય પક્ષોના સત્તાવાંછુકો અવઢવમા?!

ગુજરાત હાઇકોર્ટનું ન્યાયમંદિર અને સુપ્રીમકોર્ટનું સર્વોચ્ચ ન્યાય મંદિર ‘ન્યાયધર્મ’ અદા કરે છે એ ‘ધર્મ’ છે?! શ્રીમદ ભગવદગીતાનો ઉપદેશ ‘ધર્મ’ છે? કે વિવિધ સંપ્રદાયિક ધર્મોની ફિલોસોફી ‘ધર્મ’ છે રાજકીય પક્ષોના સત્તાવાંછુકો અવઢવમા?!

તસવીર ગુજરાત હાઇકોર્ટની છે જે ગુજરાતનું સર્વોપરી ન્યાય મંદિર છે જ્યારે ઇન્સેટ તસવીર ગુજરાત હાઇકોર્ટના સર્વોચ્ચ ન્યાયમૂર્તિ સુ શ્રી સોનિયાબેન ગોકાણીની છે! બીજી તસ્વીર ભારતના સર્વોચ્ચ ન્યાયમંદિર સુપ્રીમકોર્ટની છે જેના સર્વોચ્ચ મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ છે જે દેશમાં ‘ન્યાય ધર્મ’નું નેતૃત્વ કરે છે

જ્યારે ત્રીજી તસવીર સમગ્ર વિશ્વની માનવ જાતને કર્તવ્ય ધર્મ, અને ન્યાયધર્મ અને સાચો ધર્મ નો ઉપદેશ આપનાર શ્રીકૃષ્ણની છે તેમણે શ્રીમદ ભગવત ગીતા દ્વારા કુદરતના ન્યાયને ધર્મ ગણાયો છે ત્યારે ખરેખર તો સાંપ્રદાયિક ધર્મ એ વિવિધ ધાર્મિક ફિલોસોફી છે! પરંતુ ‘ધર્મ’ ની વ્યાખ્યા શ્રીકૃષ્ણએ દુનિયાને આપી છે એ સાતત્ય પૂર્ણ છે!

એવું અનુભવાય છે માટે તો વિશ્વના લોકશાહી દેશોમાં ‘બંધારણ’ વંચાય છે અને ન્યાયધર્મનું અર્થઘટન થાય છે જે સામાન્ય જનતાની અને સત્તાવાન્ચૂક કેટલાક નેતાઓના સમજની બહાર હોય એવું કહેવાય છે

ગુજરાતના સર્વોચ્ચ ન્યાયમંદિરના ન્યાયમૂર્તિ સુ શ્રી સોનિયાબેન ગોકાણી કહે છે કે “હાઇકોર્ટે હુકમ કર્યો હોય અને સુપ્રીમકોર્ટે પણ ગ્રાહ્ય રાખ્યો હોય ત્યારે કોઈ વ્યક્તિ કે અધિકારી એમ ન કહી શકે કે અમે તો એ જ કરીશું જે અમને યોગ્ય લાગે”!! આમ કોર્ટે ન્યાયધર્મ અને કાયદાનું શાસનનું મહત્વ સમજાવ્યુ જ્યારે સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ કહે છે કે “અદાલત નાગરિકની આઝાદીના હનન સામે તેઓ સંરક્ષણની પ્રથમ હરોળમાં ઊભા રહે આઝાદીનો હનન એક દિવસ થાય તે વધારે છે”!!

દેશની હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટ ‘બંધારણ’ મુજબ ન્યાય મંદિર ચલાવે છે અને શ્રી પરમેશ્વર નો ન્યાયધર્મ શ્રીમદ્‌ ભગવદગીતા અનુસાર ચાલે છે આટલું ભારતના લોકોને સમજાઈ જાય તો તેમને ક્યાંય દોડવાની જરૂર નથી જીવતા માનવીઓને અન્યાય કરીને કોઈ પણ પ્રકારની અનૈતિકતા દાખવીને સભ્ય સમાજ વર્તી ન શકે અને વર્તે તો એ અધર્મ છે
(તસવીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

ગુજરાત હાઇકોર્ટના સર્વોચ્ચ ન્યાયમંદિરના મુખ્ય ન્યાયમૂર્તિ સુ શ્રી સોનિયાબેન ગોકાણી કહે છે કે “હાઇકોર્ટે હુકમ કર્યો હોય અને સુપ્રીમકોર્ટે પણ હુકમ જાહેર રાખ્યો હોય ત્યારે કોઈ વ્યક્તિ કે અધિકારી એમ ના કહી શકે કે અમે તો એ જ કરીશું જે અમને યોગ્ય લાગશે”!!

‘હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું તેનો જવાબ વિજ્ઞાન પાસે નથી’ – મેક્સ પ્લાનકે

જર્મન વૈજ્ઞાનિક અને નોબલ પુરસ્કાર વિજેતા મેક્સ પ્લાનકે કહ્યું છે કે “હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું એ અત્યંત રહસ્યમય પ્રશ્ન છે વિજ્ઞાન પાસે તેનો કોઈ ઉત્તર નથી”!! જ્યારે સ્વામી વિવેકાનંદે અદભુત કહ્યું છે કે “ જે પરમેશ્વર કે જે ધર્મ કોઈ વિધવા ના આંસુઓ લૂછી ન શકે કોઈ અનાથના મુખમાં રોટલાનો ટુકડો મૂકી ન શકે તેવા કોઈ પરમેશ્વર કે ધર્મમાં હું માનતો નથી”!!

એક વૈજ્ઞાનિક છે કે મૃત્યુ પછીના કોઈ રહસ્ય નો જવાબ આપતો નથી એમ કહે છે જ્યારે એક મહાન તત્વચિંતક અને આધ્યાત્મિક સંત કહે છે કે માનવતા અને કરુણાથી ભરપૂર સંચાલન ન હોય ત્યાં પરમેશ્વર કઈ રીતે વસતા હોય?! ત્યારે મહત્વનો સવાલ એ ઉઠે છે કે આ ધરતી પર અસ્તિત્વ ધરાવતા કથિત ધર્મો શ્રી પરમેશ્વરના એકેશ્વરવાદના સિદ્ધાંતોનો પ્રતિનિધિત્વ કરે છે?!

કે પછી આ ધરતી પર અસ્તિત્વ ધરાવતા અનેક ધર્મોનું નેતૃત્વ કરતા ધાર્મિક નેતાઓ ફક્ત પોતપોતાની સાંપ્રદાયકતાનું પ્રતિનિધિત કરે છે?! અને કેટલાક વિવિધ પક્ષોનો કેટલાક વિવિધ રાજકીય નેતાઓ સાંપ્રદાયિકતાનો સત્તાલક્ષી વ્યુહાત્મક ઉપયોગ કરી મતોનુ રાજકીય ધ્રુવીકરણ કરે છે આ પણ એક રહસ્યમય હોવાનું મનાય છે?!

ભાજપે એકા એક રાજકીય રણનીતિ બદલીને ભાજપના રાજકીય અધ્યક્ષ શ્રી જે. પી.નદ્‌ડાએ જાતિ અને ધર્મ વિશે ટિપ્પણીથી દૂર રહી ભાજપના વિકાસલક્ષી અર્થતંત્રનો પ્રચાર પ્રજા સુધી પહોંચાડવા ૨૦૨૪ ની ચૂંટણીલક્ષીનીતિ બદલી?!

જેકસન બ્રાઉન નામના વિચારો કે કહ્યું છે કે “યુદ્ધ જીતવા માટે લડાઈ હારવાની તૈયારી રાખવી”!! ભારતીય જનતા પાર્ટીએ શું ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી જીતવા નવી રણનીતિ તૈયાર કરી છે?! ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડાએ ભાજપના સંસદીય પક્ષની બેઠકમાં ધાર્મિક વિવાદિત નિવેદનો થી દૂર રહેવા પોતાના સંસદ સભ્યોની બેઠકમાં સૂચના આપી હિન્દુ રાષ્ટ્રનું ધર્મગુરુઓના સમર્થનમાં કે વિરોધમાં તેમજ ધર્મ વિશે વાણી વિલાસ ન કરવા કડક શબ્દોમાં સૂચના આપી કે આપવી પડે કેમ?! એવું શું થયું?

એવું કયું રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય દબાણ આવ્યું કે ‘હિન્દુત્વ’ વાદ પથની રણનીતિ બદલી?! ભારતમાં અનેક ધર્મો છે પરંતુ હિન્દુત્વ સિવાયના સંપ્રદાય ધર્મોનો લોકપ્રભાવ ઘણો છે જેમ કે જૈન ધર્મ, બુદ્ધ ધર્મ, મુસ્લિમ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, આદિવાસીઓના પોતપોતાના ધર્મો હિન્દુ વિચારધારાથી જુદા પડે છે!

અને લોકસભાની સીટો પર જુદા જુદા રાજ્યોના ઘણો મોટો પ્રભાવ ધરાવે છે!! તેથી ભાજપે રણની બદલી કે શું?! આ મુદ્દો હવે ટોપ ઓફ ધ રાષ્ટ્ર બન્યો છે શું વિશ્વમાં અને ભારતમાં ધર્મો અનેક?! એના ધર્મગુરુઓ અનેક?! એમના શ્રી પરમેશ્વર પણ અનેક?! તો ૨૦૨૪ ની ચૂંટણીમાં શું થશે ?!

કોંગ્રેસ અને કેટલાક રાજકીય પક્ષો દેશમાં વર્ષોથી બિનસાંપ્રદાયકતાના સમર્થક રહ્યા છે એટલે બંધારણ વાદ પર ૨૦૨૪ ની ચૂંટણી લડશે અને ફાવશે?!

અમેરિકાના વિખ્યાત પ્રમુખ જાેન એફ કેનેડીએ અદભુત કહ્યું છે કે “અસરકારક સરકારનો આધાર પ્રજામાં રહેલો વિશ્વાસ છે જ્યારે નૈતિકતાના ધોરણે ડગમગી જાય ત્યારે એ ખતરામાં આવી પડે છે”!! લોકશાહી રાષ્ટ્ર તરીકે આઝાદી પછી વિકાસ પામેલા અમેરિકા તરફ આપણે મીટ મારીએ તો વૈશ્વિક લોકશાહીનું નેતૃત્વ અમેરિકા કરે છે!

અમેરિકન પ્રજામાં વર્ષોથી સાંપ્રદાયક ને નામે રાજકારણ ખેલાતું જાેવા નથી મળતું જેને બિનસાંપ્રદાયકતા કહે છે અમેરિકાના બંધારણમાં અને ભારતના બંધારણમાં ‘ધર્મનિરપેક્ષતા’ ના મૂલ્યાંક ઊંડા છે! આઝાદી પછી કોંગ્રેસે દેશનું સુકાન સંભાળ્યું એટલે બંધારણવાદની ભાવના એ કોંગ્રેસની રણનીતિ બની સમય સાથે આ રણનીતિ ડામાડોળ થઈ અને કોંગ્રેસે પ્રજાનો વિશ્વાસ ગુમાવ્યો

પરંતુ કોંગ્રેસ પણ વિચારધારા નો પક્ષ હોય એને અનેક હાર સહન કર્યા પછી પણ કોંગ્રેસ વિચારધારાનું મૂળભૂત માળખું બદલ્યું નથી અને હવે કોંગ્રેસને બેઠી કરવા ‘ભારત જાેડે યાત્રા’ કાઢીને અનેક પક્ષોને એક છત નીચે લાવવા પ્રયાસ કર્યો છે કોંગ્રેસ ૨૦૨૪ ની ચૂંટણી જીતવા કરતા કોંગ્રેસ મજબૂત કરી પછી ૨૦૨૪ની રણનીતિ નક્કી કરવાનો માર્ગ અપનાવ્યો છે

એવું જણાય છે અને કોંગ્રેસ ન્યાયધર્મ પર ટિપ્પણી કરવાથી દૂર રહી છે! અને રસપ્રદ બાબત એ પણ છે કે વૈશ્વિક રોકાણકાર અને વ્યુહાત્મક એજન્ડા બાદ જ્યોર્જ સોરોસે શ્રી નરેન્દ્રભાઈ મોદીને ભારતીય લોકશાહી પ્રણાલી પર પ્રહાર કરતાં કોંગ્રેસે ભારતમાં કેન્દ્ર સરકાર મજબૂત હોવાનું નિવેદન કરી આક્રમક નીતિ અપનાવીને કોંગ્રેસે એવો સંદેશ આપ્યો છે

કે રાજનીતિ અને રાષ્ટ્રનીતિ અલગ બાબત છે?! તેનાથી પણ કોંગ્રેસની પ્રતિભા ઉંચાકાઈ છે કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીને પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી થી ઓછા આકવાની ભૂલ હરીફ રાજકીય પક્ષો ના કરે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.