Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Tata Airbus deal : ભારત મંદીમાં ફસાયેલા અમેરિકા અને યુરોપમાં જાેબ સર્જશે

India will create millions of jobs in America and Europe caught in recession

કોઈપણ એક સોદામાં વિશ્વના ટોચના ત્રણ દેશોના રાષ્ટ્રવડાઓએ ભારતના વડાપ્રધાન સાથે સંયુક્ત રીતે ઉજવણી કરી હોય તેવી પ્રથમ ઘટના છે, Tata Groupની Air Indiaએ Boeing અને Airbus સાથે ૪૦૦થી વધુ મુસાફર વિમાનો ખરીદવા જે સોદો કર્યાે તે ઐતિહાસિક બની રહ્યો છે અને ખાસ કરીને હાલ મંદીની ચિંતામાં રહેલા આ દેશો માટે મોટી રાહત પણ થઈ છે

એક સાથે વિશ્વના ત્રણ ટોચના દેશના રાષ્ટ્રવડા ભારત પર અભિનંદનની વર્ષા કરતા હોય તો એક ઐતિહાસિક દિવસ ગણી શકાય અને ભારતીય એવીએશન ઇન્ડસ્ટ્રીઝ માટે આ એક એવો જ દિવસ હતો જેની આઝાદી બાદ રાહ જાેવાતી હતી એક વખત ટાટા ગ્રુપમાંથી સરકારી કંપની બનેલી એર ઇન્ડિયા ફરી ટાટા ગ્રુપને સોંપાયા બાદ મધર ઓફ ઓલ ડીલ જેવી મલ્ટી બિલીયન ડીલ કરી છે જેમાં ફ્રાન્સની એર બસ પાસેથી ૨૫૦ મુસાફર વિમાનો અને અમેરિકાની બોઈંગ કંપની પાસેથી ૨૨૦ વિમાનો ખરીદશે અને આ ડીલને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી

India’s Tata #AirIndia‘s deal with #Boeing & #AirBus will create millions of jobs in countries like US & UK. India’s role in World Economy is really commendable #AirIndiaAirbusDeal

અને ડીલના સાક્ષી પણ બન્યા તો બીજીતરફ વોશિંગ્ટનથી અમેરિકાના પ્રમુખ જાે બાઈડને એરઈન્ડિયા અને બોઈંગ સાથેના કરારની જાહેરાત કરી ફ્રાન્સના પ્રમુખ ઇમ્યુનીલ માર્કાેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને એરબસ સાથેના સોદામાં વચ્ર્યુઅલ રીતે જાેડાયા હતા અને તુર્ત જ બ્રિટનના વડાપ્રધાન રીશી સુનકે પણ ટ્‌વીટ કરીને એરબસ અને એરઈન્ડિયાના સોદાને વધાવી લીધો. કદાચ ભારતના ઇતિહાસમાં આટલો મોટો વિમાની ખરીદીનો સોદો કોઈ ખાનગી કંપનીએ કર્યાે હોય તેવી તે પ્રથમ ઘટના હતી પરંતુ વિશ્વનો આ ત્રીજાે મોટો વિમાની સોદો હતો

અને એક તરફ હાલ મંદીની ચિંતામાં ઝઝુમી રહેલા યુરોપ અને અમેરિકા સહિતના દેશોને સૌથી મોટી રાહત એ છે કે આ દેશોમાં લાખો જાેબનું નિર્માણ થાય છે અને કરોડોનું ઈન્વેસ્ટમેન્ટ તથા નિકાસ પણ વધશે.

એર ઇન્ડિયાએ અમેરિકાની બોઈંગ કંપની સાથે ૨૨૦ બોઈંગ વિમાનો ખરીદવા માટે જે સોદો કર્યાે છે તેમાં અતિ આધુનિક ગણાતા ૧૯૦ ૭૩૭ મેક્સ એરક્રાફ્ટ, બોઈંગ ૭૮૭ અને બોઈંગ ૭૭૭ એક્સ પ્રકારના વિમાનો ખરીદશે અને તેની સાથે આ ડીલમાં વધુ ૭૦ વિમાનો ખરીદવા માટેનું વિકલ્પ ખરીદવામાં આવ્યો છે અને તેનાથી કુલ ૭૫.૯ બીલીયન ડોલરનો સોદો ફક્ત બોઈંગ કંપની સાથે થયો છે જે આ કંપનીનો ત્રીજાે સૌથી મોટો સોદો છે અને જાે વિમાનોની સંખ્યામાં ગણીએ તો બીજા નંબરનો સૌથી મોટો સોદો છે.
કોઈપણ આ પ્રકારના બે ખાનગી કંપનીઓ વચ્ચેના વ્યાપારી સોદામાં અમેરિકાના પ્રમુખ જાે બાઈડને પ્રતિક્રિયા આપી હોય અને ખુદે આ ડીલની જાહેરાત કરી હોય તેવી ભારત માટે પ્રથમ ઘટના છે અને વ્હાઈટ હાઉસમાંથી નિવેદન જાહેર કરતા કહ્યું અમેરિકાના ૪૪ રાજ્યોમાં આ સોદાથી ૧૦ લાખ જાેબને સપોર્ટ મળશે અને તેમાં પણ કોલેજની ડિગ્રી વગરના હજારો લોકો માટે જાેબની તક સર્જાય છે વાસ્તવમાં અમેરિકન એવિએશન ઈન્ડસ્ટ્રીઝ લાંબા સમયથી જે સોદાની રાહ જાેતી હતી તે આખરો થયો છે.

અમેરિકાને તેના વિમાની ઉત્પાદન ક્ષેત્રને વેગ આપવા માટે આથી વધુ સારી તક મળી ન હોય અને મહત્ત્વનું એ છે કે આ સોદા પછી તુર્ત જ બાઈડને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલીફોનિક વાત કરી અને બંને દેશો વ્યાપારી સહિતના ક્ષેત્રે વધુ નજદીક આવશે તે નિશ્ચિત કરાયું છે. સૌથી મહત્ત્વનું એ છે કે અમેરિકા સહિતના દેશોએ હવે ભારતની તાકાતને સ્વીકારી છે અને ભારતની કંપનીઓની ક્ષમતાને સ્વીકારી છે.

તો બીજી તરફ ફ્રાન્સની એરબસ કંપની સાથે એર ઈન્ડિયાએ ૨૫૦ વિમાન ખરીદવાનો સોદો કર્યાે તે સમયે ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરન વડાપ્રધાન નરેનદ્ર મોદી અને ફ્રાન્સના પ્રમુખ મેક્રોની વચ્ર્યુઅલ રીતે જાેડાયા અને તેઓએ સંયુક્ત રૂપે આ સોદાની જાહેરાત કરી એટલું જ નહીં ભારત આગામી ૧૫ વર્ષ ૨૦૦૦ વધુ વિમાનો તેના એવીએશન ઈન્ડસ્ટ્રીઝ માટે ખરીદ કરશે તે પણ નિશ્ચિત થયું આ સોદામાં ૪૦ વાઇડ બોડી એ-૩૫૦ વિમાનો ખરીદવાના છે

તેનાથી હવે એર ઇન્ડિયા વિશ્વના અનેક દેશોમાં નોન સ્ટોપ ફ્લાઈટ શરૂ કરી શકશે. પરંતુ ફ્રાન્સથી આ વિમાની ઉત્પાદન કંપની ફક્ત ફ્રાન્સમાં જનહીં યુરોપ અને બ્રિટનમાં તેના ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે. આ ડીલ ૧૦૦ બિલીયન ડોલરથી વધુની હશે તેમ માનવામાં આવશે સૌથી મોટી બાબત એ છે કે એ પહેલુ એ-૩૫૦ વિમાન ચાલુ વર્ષના અંતે ભારત પહોંચી જશે અને તેના ઉડ્ડયન માટે એર ઈન્ડિયાના પાયલોટને ફ્રાન્સની કંપની ૧૧ દિવસની ખાસ ટ્રેનિંગ આપશે.

આ મેગા ડીલની સાથે બ્રિટનના વડાપ્રધાન રીશી સુનકે ખુશી વ્યક્ત કરી અને આ ડીલને ડેન્માર્ક ગણાવી કારણ કે એરબસ કે બોઈંગ તેના વિમાનની વિંગ અને એન્ॅજીન બ્રિટનમાં જ બનાવે છે આપણે જેને વૈભવી કાર કંપની તરીકે ઓળખીએ છે તે રોલ્સ રોયસનો મુખ્ય બિઝનેસ તો લડાયક અને મુસાફર વિમાનોના એન્જીન બનાવવાનો છે અને ખુદ રીશી સુનકે ટ્‌વીટ કરીને આ ડીલ પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે સોદાથી વિમાની પાંખો ફીલટોનમાં ડિઝાઈન થાય છે

અને બોરોંગટનમાં એસેમ્બલ થાય છે તેના કારણે આ ક્ષેત્ર ધરાવતા વેલ્સમાં ૧૦૦ મિલીયન પાઉન્ડનું મૂડી રોકાણ આવશે અને વ્હાઈટ બોડી એ-૩૫૦ એરક્રાફ્ટના એન્જીન રોલ્સ રોયસ કંપની તૈયાર કરે છે. બ્રિટનના ડર્બીમાં છે અને આ રીતે છેક ડર્બીથી વેલ્સ સુધીના મેન્યુફેકચરીંગ એકમોને લાભ થશે અને નવી હજારો રોજગારી સર્જાશે.ફક્ત એર ઈન્ડિયા નહીં ભારત માટે પણ વિન-વિન સ્થિતિ છે. બોઈંક કંપની ભારમાં ૨૪ મીલીયન ડોલરના રોકાણ સાથે લોજીસ્ટીક સેન્ટર સ્થાપવા જઇ રહી છે અને તે વિમાનના

મેન્ટેનન્સ માટે ખૂબ જ જરૂરી છે. ભારત એ ભવિષ્યમાં મુસાફરી વિમાની મેન્ટેનન્સ અને તેની રીપેરીંગ માટેનું હબ બનશે જે રીતે અલંગમાં વિશ્વભરના જહાજાે તોડવા માટે આવે છે તે જ ભવિષ્યમાં ભારતમાં વિશ્વભરના મુસાફર વિમાનો માટે એક મેન્ટેનન્સ સેન્ટર ઉભુ કરવાની પણ યોજના છે. સૌથી મહત્ત્વનું એ છે આ સોદો બે કંપનીઓ વચ્ચેનો નથી પરંતુ ભારતની વિશ્વમાં વધતી જતી વગ અને ધાકનું પણ પરિણામ છે.

અત્યાર સુધી વૈશ્વિક કંપનીઓ તેના ઉત્પાદનો ભારતમાં ઠાલવીને નફો લઇ જતી હતી પરંતુ હવે આ સોદામાં વૈશ્વિક કંપનીઓ તેના પ્રોડક્શન હબ પણ ભવિષ્યમાં ભારતમાં બનાવવા પડશે ખાસ કરીને ભારતમાં એન્જીનીયરીંગ ઉદ્યોગથી તેનાથી મોટો પ્રોત્સાહન મળશે લઘુ ઉદ્યોગોને સૌથી વધુ લાભ મળશે અબજાે ડોલરનું રોકાણ પણ આવશે.

India will create millions of jobs in America and Europe caught in recession

Copyright © All rights reserved. | Developed by Aneri Developers