Western Times News

Gujarati News

વૈચારિક આઝાદી એટલે વ્યક્તિને મળેલી એવી સ્વત્રંતતા

જેમાં એ પોતાની મનોભૂમિ પર આકાર લેતા વિચારો રૂપી ફૂલો બીજા સામે નિઃસંકોચ પણે પ્રદર્શિત કરી શકે .

મારું માનવું છે કે, વ્યક્તિ પાસે જયારે વૈચારિક આઝાદી હોય ત્યારે ,એણે પૃથ્વી પર પોતાની જાતને સૌથી ખુશનસીબ માનવી જાેઈએ . દરેક સ્તર પર વ્યક્તિ પાસે અલગ અલગ વિકલ્પો આવતાં હોય છે .એમનાં કેટલાંક સરળ હોય છે તો કેટલાંક કઠિન . વ્યક્તિ પોતાના જીવનરંગમંચનો એક માત્ર નાયક છે .એ પોતે નક્કી કરે છે કે ,કયો વિકલ્પ સ્વીકારવાથી મને જે જાેઈએ છે

….અને જે સ્વરૂપે જાેઈએ છે …એ મળશે કે કેમ …?આજ એનો કસોટીકાળ છે .બહુ ઓછા લોકો એમાં ઉતીર્ણ થાય છે .દરેક આઝાદીનું મૂલ્ય તો હોય છે .વિકલ્પની પસંદગી કર્યા પછી એમાં મળતી સફળતા અને નિષ્ફ્ળતા વ્યક્તિએ સ્વીકારવી રહી .મનના જાેડણીકોશમાં સંતોષનો અર્થ શું છે એ વ્યક્તિ જાતે કહી શકે છે .

જીવનમાં કેટલાંક પ્રસંગો જીવનને એવો વળાંક આપે છે કે ,માણસનું જીવનનો આકાર જ બદલાઈ જાય છે .આપણાં જીવનમાં બદલાવ ત્યારે જ આવી શકે જયારે આવનારી દરેક પરિસ્થિતિને સ્વીકારવાં માનસિક અને શારીરિક રીતે સંપૂર્ણપણે આપણે એના માટે તૈયાર હોઈએ .

દરેક બદલાવ સુખદ નથી હોતો …. પણ એ વ્યક્તિને પદાર્થપાઠ જરૂર આપીને જાય છે .આ પદાર્થપાઠ વ્યક્તિના જીવનની સાચું ભાથું છે .સફળ અને વિશિષ્ટ શક્તિ ધરાવનાર વ્યક્તિ પાસેથી માર્ગદર્શન મેળવવાથી જીવનની ઘણી ભૂલો માંથી બચી શકાય . અહીં પોતાની આંખો બંધ કરીને આંધળુકિયા કરવાની સખત મનાઈ છે .એ વાત સમજવી જરૂરી છે . બીજાના નક્શેકદમ પર વગર વિચાર્યે ચાલવું એ આત્મહત્યા કર્યા બરાબર છે.

ગતિશીલ જિંદગીમાં પોતાનો સ્પેસ શોધવાંની મથામણ સૌ કોઈ કરે છે .વાણી અને વર્તનની આઝાદીતો મોટાભાગે તમામ લોકો પાસે હોય છે , પણ વૈચારિક આઝાદી સાચા અર્થમાં બહુ ઓછા વ્યક્તિઓ પાસે હોય છે .

મારાં મતે દરેક વ્યક્તિ પાસે આવી આઝાદી હોવી જ જાેઈએ .જીવવા માટે જેમ શ્વાસ લેવો જરૂરી છે ….તેવી જ રીતે પોતાની જાતને સાબિત કરવાં માટે , આ આઝાદી એટલી જ મહત્વની છે .બદલાતાં સમય સાથે દરેક વ્યક્તિના દ્રષ્ટિકોણ બદલાતાં રહે છે .પરિસ્થિતિને સમજવાથી વ્યક્તિ પોતાનાં મંતવ્ય બદલે છે .

સ્પષ્ટ અને અડગ સૂચનો આપ્યા પછી પણ ,દરેકના મગજમાં ગડમથલોનો દોર ચાલુ થાય છે .સાચું શું અને ખોટું શું એ વિચારવાનો સમય ક્યારેય ખુબ દૂર વહી જાય છે ત્યારે ,ભીતર અને બાહ્ય દુનિયા એકરૂપ કરવાં વ્યક્તિએ સ્વ સાથે સંવાદ કરતાં રહેવું જરૂરી છે .આ સંવાદથી અને મનોમંથન થી જે નિષ્કર્ષ નીકળે છે ,તે વ્યક્તિને પારદર્શક બનાવે છે. આવાં સમયે તે શાંતિ અને સુકુનની શોધના સાચા માર્ગે છે એવું ચોક્કસ કહી શકાય.

વ્યક્તિએ પોતાના દરેક વર્તનને સમયાંતરે નિરીક્ષણ કરવું જાેઈએ .એણે માની લીધેલું સત્ય વાસ્તવમાં ક્યારેક ખોટું પણ હોઈ શકે .

જીવનપર્યંત અસંખ્ય પ્રશ્નો વ્યક્તિને આશા -નિરાશાના વમળમાં ધકેલ્યા કરે છે .વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે ર્નિમમપણે વૈચારિક હિંસા આચરતો રહે છે .ચહેરા ઉપર ચહેરા સાથે જીવવાની ફાવટ તો હવે ,હરકોઈને આવી ગઈ છે .અન્યની વૈચારિક આઝાદીને સ્વચ્છદંતાનું નામ આપતાં પણ તે અચકાતો નથી .મનુષ્યગત સ્વભાવ આવી ખામીઓથી ભરેલો છે એ કડવી સચ્ચાઈ છે .

માનવસહજ ખૂબી કે ખામીઓ સ્વીકારવાની તૈયારી કોને હોય છે …?રાતના અંધકારમાં પણ એને ,પોતાનાં લલાટ પર લખેલી અદ્રશ્ય નિષ્ફ્ળતા વંચાય છે .ક્યારેક જીવનમાં આપણું અપેક્ષિત કે અનપેક્ષિત બને તોય આપણે એને બાળસહજ મુગ્ધતાથી અને નિખાલસ બની જાેયા કરીયે છીએ .

આજ સાચી તરકીબ છે જીવનરૂપી ઉખાણાંને ઉકેલવાની રીત …..આવી કેટલીયે નબળાઈ અને સબળાઈ ને નજરઅંદાજ કરવાનો હુન્નર શીખવાની સૌ કોઈને જરૂર છે .જીવનને માણવા અને સમજવાં કેટલીક વાર નાસમજ બનવું આવશ્યક છે .

મને મહાપુરુષોની આત્મકથા વાંચવાનો શોખ છે .એમના સકારાત્મક વિચારઆંદોલનથી આપણું જીવન બદલાઈ શકે છે .વ્યક્તિચિત્રો આપણા માનસપટમાં સૂક્ષ્મ રીતે બદલાવ લાવે છે . આ પ્રક્રિયાને તાત્વિક રીતે જાેઈએ તો વાસ્તવિક સ્થિતિ આપણાં દ્રષ્ટિકોણ પર અવલંબે છે .

સફળ અને પ્રસિદ્ધ વ્યક્તિઓ આપણાં સાચા પ્રેરણાસ્ત્રોત બની શકે છે .એમના અનોખા અને વિશિષ્ટ વિચારો મારાં મનની પુષ્ઠભુમીને વધુને વધુ વિશાળતા આપે છે .મારી કલ્પનાની પાંખોને ક્ષિતિજ વગરનું આકાશ સાંપડે છે .વિચારોની આઝાદી સાથે સાથે જીવન જીવવાની નિરાળી રીત પણ શીખવા મળે છે.

માણસ જયારે માણસાઈ નામના પુસ્તકનો અભ્યાસી કરે ,ત્યારે તે પોતાની વિશિષ્ટ અને સચોટ પરિવર્તનયાત્રા પર નીકળી ચુક્યો છે ,એમ કહી શકાય .આપણે તો પૃથ્વી પરના પ્રવાસીઓ છીએ .આપણે નથી સંપૂર્ણપણે દેવ જેવા કે નથી દાનવ જેવા .મારા કે તમારા ચિત્રમાં રંગ પુરવા માંડીએ તો , બીજા રંગોની સાથે સાથે કાળો અને સફેદનું મિશ્રણ અનિવાર્ય બની જાય ….!સૌ કોઈ મારાં વિચારો સાથે જરૂર સહેમત હશે .

બાળકના નાનકડાં હાથમાં પકડાયેલાં રંગીન ફુગ્ગાઓ ઉડવા માટે જયારે થનગનતાં હોય છે , ત્યારે એક હવાનું તાકતવર ઝોંકુ આવી ફુગ્ગાઓને બાળકની પક્કડમાંથી છોડાવી એને ખુલ્લા આકાશમાં વિહરવાનો મોકો આપે છે …..એજ રીતે સમયની પકડમાં ભીંસાતા આપ્તજનો પાસે એક હવાનું ઝોંકુ બનીને આવો અને એને વિચારોના ખુલ્લાં આકાશમાં વિહરવાનો મોકો આપો ….અને એની દિલની ડાયરીમાં એને તમારું નામ ઘાટા અક્ષરે લખવાં મજબુર કરો .

માનવીની ઉપસ્થિતિની પણ એક આગવી ભાષા હોય છે .આપણે જેની સાથે જાેડાઈએ ત્યારે એની સંવેદનાની ભાષા સમજવાં આગળ આવવું પડશે .આપણને જયારે કંઈક ભીતરની સપાટીએ એની એવી કોઈ વાત ,સ્પર્શે છે ત્યારે ….આપણા મનમાં કંઈક વિશેષ આંદોલનો જાગે છે .ચિત્તતંત્રના અભ્યાસી બનીને આપણે આપણી પ્રતિભાને વધુ શક્તિરૂપ બનાવી શકીશું ,એમાં બેમત નથી .

દરેકની આવડત એને પડેલી અગવડોમાંથી જ બહાર આવતી હોય છે .કોઈની અંદરની શક્તિ રૂંધાવાની મૂર્ખાઈ ક્યારેય ન કરવી .પોતાની આસપાસના લોકોને વિચારો વ્યક્ત કરવાં એને એવું નિર્ભિક વાતાવરણ જાે તમે આપી શકો ,તો તમે તમારી જાતને જાતેજ અપગ્રેડ કરી આગળની હરોળમાં મુકજાે .વ્યક્તિને જેટલાં વિઘ્નો આવે ત્યારે એને દૂર કરવાં એ વધુ પ્રયત્નશીલ બને છે ….મોટાભાગની શોધખોળ આવા વિપરીત સંજાેગોને લીધે થયેલી છે .તેથી જયારે કોઈને ક્યાંક પહોંચવાની કે કંઈક મેળવવાની ધૂન લાગે ત્યારે એની ઉર્જાને ઉર્ધ્વગતિ મળે એવી કોશિશ કરવી જાેઈએ .

મારા મતે કેટલીક વાર વ્યક્તિએ માત્ર દ્રષ્ટા બનીને રહેવું પણ જરૂરી છે .નિરીક્ષણ કર્યા બાદ પરિસ્થિતિનું આંકલન કરવું જાેઈએ …. પછી પોતાનો પક્ષ મુકવો જાેઈએ .સાચું ઘડતર ત્યારે જ શક્ય બને છે .આ અનુભવના પાઠ વ્યક્તિને , પોતાનાં નિકટવર્તી લોકોને વધુ સમજવાં માટે પ્રેરશે ,એની મને ખાતરી છે .પોતાની અને બીજાની વૈચારિક આઝાદીની જીવનના દરેક તબક્કે આપલે કરવી …..આનો અર્થ ખુબ ગૂઢ છે .આવી આઝાદીનો ઉપયોગ કરતાં પહેલાં પોતાની જાત સાથ કરેલો સંવાદ વ્યક્તિને વધુ પરિપક્વ બનાવે છે .આ પરિપક્વતા સાથે ભોગવેલી અને આપેલી આઝાદી દરેક વ્યક્તિને શ્રેષ્ઠ દ્રષ્ટિકોણ સાથે દ્રષ્ટાંતરૂપ બનાવશે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.