Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

TMKOC : દયાભાભીના બંને બાળકો મોટા થઈ ગયા છે

મુંબઈ, Tarak Mehta ka Ooltah Chashma શો ૧૪ વર્ષથી ટીવી સ્ક્રીન પર પ્રસારિત થઈ રહ્યો છે અને એક પણ વખત દર્શકોને મનોરંજન પૂરું પાડવામાં નિષ્ફળ રહ્યો નથી. જેઠાલાલ અને ચંપકચાચાથી લઈને અબ્દુલ સુધીના દરેક પાત્રો ઘર-ઘરમાં જાણીતા છે.

જાે કે, એક પાત્ર એવુ છે જે આશરે છેલ્લા પાંચ વર્ષથી ગાયબ છે અને ફેન્સ તેને મિસ પણ ખૂબ કરી રહ્યા છે, તે છે ‘દયાભાભી’. આ પાત્ર શરૂઆતથી દિશા વાકાણીએ ભજયું હતું પરંતુ ૨૦૧૭માં મેટરનિટી લીવ પર ગયા બાદ તે પરત ફરી નથી. તે ફરીથી શોમાં જાેવા મળશે તેવી કોઈ શક્યતા પણ દેખાઈ રહી નથી.

વળી તે સોશિયલ મીડિયા પર હોવાથી તેના વિશે કોઈ અપડેટ પણ મળતી નથી. આ બધાની વચ્ચે તેનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. દિલીપ જાેશી અને દિશા વાકાણીના ફેનપેજ પરથી વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં એક્ટ્રેસની પાસે તેના પરિવારના સભ્યો પણ જાેવા મળી રહ્યા છે અને તેઓ તમામ શિવજીની પૂજા કરી રહ્યા છે.

દિશાએ લાઈટ પર્પલ શ્ યલ્લો કલરની સાડી અને ગ્રીન કલરનો બ્લાઉઝ પહેર્યો છે. ખોળામાં દીકરો બેઠો છે, જેનો જન્મ ગત વર્ષે મે મહિનામાં થયો હતો. તેણે યલ્લો કૂર્તો અને પાયજામો પહેર્યો છે, જેમાં તે ક્યૂટ લાગી રહ્યો છે.

બાજુમાં તેનો પતિ મયૂર પાડિયા બેઠો છે અને તેના ખોળામાં પાંચ વર્ષની દીકરી છે. આ વીડિયો જાેઈને ફેન્સ પણ ખુશ થયા છે અને તેમણે કોમેન્ટ કરીને દિશાને TMKOCમાં પરત આવવાની વિનંતી કરી છે. દિશા વાકાણી દીકરીના જન્મ બાદ તરત જ સીરિયલમાં પરત ફરવાની હતી પરંતુ તેમ થયું નહીં.

૨૦૧૯માં તેવા રિપોર્ટ્‌સ હતા કે પ્રોડ્યૂસર આસિત કુમાર મોદી તેને પરત લાવવાના પૂરતા પ્રયાસ કરી રહ્યા છે. તેમણે આ વિશે દિશા અને તેના પતિને પણ વાત કરી હતી. રિપોર્ટ્‌સ પ્રમાણે, આસિત મોદી અને દિશા વાકાણી વચ્ચે પતિના કારણે કેટલીક ગેરસમજણ ઉભી થઈ હતી.

લગ્ન બાદ મયૂર જ દિશાના કરિયર અંગેના ર્નિણય લેવા લાગ્યો હતો. તે તેના બદલે પ્રોડ્યૂસર સાથે વાત પણ કરતો હતો. દિશા વાકાણીને રિપ્લેસ કરી શકે તેવી એક્ટ્રેસની શોધ મેકર્સે ઘણા સમયથી શરૂ કરી છે પરંતુ કોઈ યોગ્ય મળ્યું નથી. આ અંગે મેકર્સે કહ્યું હતું કે, તેઓ હજી પણ દિશાના કમબેકની આશા રાખીને બેઠા છે. જાે કે, તે નહીં આવે તો કોઈના કારણે શો અટકવાનો નથી. તેઓ ખૂબ જલ્દી નવા દયાભાભી લઈને આવશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers