Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પ્રદૂષણ રોકવા વેજલપુરના ધારાસભ્ય ઇલેક્ટ્રિક સ્કુટર લઈ વિધાનસભા પહોંચ્યા

આજે ગુરુવાર તા. 23-2-2023ના રોજ 15મી વિધાનસભાનો પ્રથમ દિવસ છે. વિશ્વ સમક્ષ વિકરાળ બનીને ઊભેલી ક્લાઇમેન્ટ ચેન્જની સમસ્યાને ધ્યાનમાં રાખતા નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે.

જેના કારણે 2030 પહેલા કાર્બન કંટ્રોલના લક્ષ્યાંકો પૂર્ણ થઈ શકે. જેમાં ઇલેક્ટ્રીક વ્હીકલ પ્રદૂષણ નિયંત્રણ માટે મહત્વનો ભાગ ભજવી શકે તેમ છે.

આ બાબતનો પ્રચાર થાય તેવા આશયથી 15 મી વિધાનસભાના ધારાસભ્ય તરીકે વિધિવત સત્રના પ્રથમ દિવસે ભાગ લેવા જતા વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકરે ઇલેક્ટ્રીક સ્કૂટરનો ઉપયોગ કરીને પહોંચ્યા હતા.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના સંબોધન સાથે આજે 15મી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો શુભારંભ થયો હતો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, મારી સરકાર હંમેશા ગુજરાતના નાગરિકોની ઉન્નતિ, સશક્તિકરણ અને પ્રગતિ માટે પ્રતિબધ્ધ છે.

વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ અને સ્વાસ્થ્ય; એ ‘પંચશક્તિ’ મારી સરકારની અગ્રતા છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકા પ્રાયોરિટી, પોલીસી અને પર્ફોર્મન્સના રહ્યા છે. છેલ્લા નવ વર્ષોથી ગુજરાતને ‘ડબલ એન્જિન સરકાર’ના લાભો મળી રહ્યા છે. માનવ વિકાસ અને જનકલ્યાણના તમામ આયામોમાં ગુજરાત અન્ય રાજ્યો માટે આદર્શ-પથપ્રદર્શક રહ્યું છે.

એક પણ ક્ષેત્ર એવું નથી જેમાં ગુજરાતે નવા શિખરો સર ન કર્યા હોય, નવી સિદ્ધિ હાંસલ ન કરી હોય અને એટલે જ આજે ગુજરાત સમગ્ર દેશ માટે ‘મોડેલ સ્ટેટ’ બન્યું છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers