Western Times News

Gujarati News

ભારતને પછાડીને યુકે વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું ઇક્વિટી માર્કેટ બન્યું

નવી દિલ્હી,  ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જાેવા મળી રહ્યો છે. બુધવારે બજાર સતત ચોથા સત્રમાં નીચે બંધ થયું હતું. તેની અસર ભારતના ઈક્વિટી માર્કેટ પર પડી છે. યુકેહવે ભારતને પછાડીને વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું ઇક્વિટી માર્કેટ બની ગયું છે. નવ મહિનામાં પહેલીવાર બ્રિટને આ મામલે ભારતને પછાડ્યુ છે. યુકેની પ્રાઈમરી લિસ્ટિંગ્સનું સંયુક્ત માર્કેટ કેપ મંગળવારે ૩.૧૧ ટ્રિલિયન ડોલર પર પહોંચી ગયું હતું જે ભારતના મુકાબલે ૫.૧ અબજ ડોલર વધુ છે. ૨૯ મે પછી પ્રથમ વખત યુકેના ઈક્વિટી માર્કેટે ભારતને પાછળ છોડી દીધું છે. પાઉન્ડના નબળા પડવાના કારણે યુકેનું માર્કેટ રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. બીજી તરફ તાજેતરમાં ભારતના શેરબજારમાં ઘટાડો જાેવા મળ્યો છે. બીએસઈસેન્સેક્સ આજે ૯૦૦ પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. છેલ્લા ચાર દિવસના ઘટાડાથી રોકાણકારોને રૂ.૭ લાખ કરોડ રૂપિયા ધોવાયા છે.

છેલ્લા ચાર દિવસમાં સેન્સેક્સ ૧,૫૦૦ પોઈન્ટથી વધુ તૂટ્યો છે. બુધવારે બીએસઈલિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. ૩.૯ લાખ કરોડ ઘટીને રૂ. ૨૬૧.૩ લાખ કરોડ થયું છે. આ વર્ષે એમએસસીઆઈઈન્ડિયા ઈન્ડેક્સ ૬.૧ ટકા ઘટ્યો છે. ૨૪ જાન્યુઆરીથી અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો થયો છે. જેના કારણે ગ્રુપના માર્કેટ કેપમાં ૧૪૨ અબજ ડોલર ઘટાડો થયો છે. બીએસઈઈન્ડેક્સ પણ ૧ ડિસેમ્બરની ટોચથી ૧૦ ટકા ઘટ્યો છે.

એક્સપર્ટસનું કહેવું છે કે, અદાણી ગ્રુપ નકારાત્મક કારણોસર હેડલાઈન્સમાં છે જેના કારણે આંતરરાષ્ટ્રીય રોકાણકારો ચિંતિત છે અને તેઓ ભારતને લઈને સેલેક્ટિવ બની શકે છે. પરંતુ આ આશંકા માત્ર અદાણી ગ્રુપ પુરતી જ સીમિત રહી શકે છે. વિદેશી રોકાણકારો ભારતના બીજા સ્ટોક્સમાં રહી શકે છે. એજે બેલમાં હેડ ઓફ ઈનવેસ્ટમેન્ટ લૈત ખલફે કહ્યું કે, યુકેનું સ્ટોક માર્કેટ ખાસ કરીને રોકાણકારોને માલામાલ કરી રહ્યું છે.

ખાસ કરીને સ્મોલ અને મિડ-કેપ કંપનીઓએ રોકાણકારોને સારું રિટર્ન આપ્યું છે. યુકેનો એફટીએસઈ ૩૫૦ ઈન્ડેક્સ આ વર્ષે ૫.૯ ટકા વધ્યો છે. બ્લુ ચિપ એફટીએસઈ ૧૦૦ એ ગયા અઠવાડિયે પ્રથમ વખત ૮,૦૦૦નો આંકડો પાર કર્યો હતો. પાઉન્ડના મૂલ્યમાં ઘટાડાને કારણે યુકેનું શેરબજાર પણ રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.