Western Times News

Gujarati News

તેજસ્વીમાં મુખ્યપ્રધાન બનવાના તમામ ગુણ છે : શત્રુઘ્ન સિંહા

પટના, બિહારમાં મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલી બયાનબાજી વચ્ચે ફિલ્મ સ્ટાર અને પૂર્વ સાંસદ શત્રુઘ્ન સિંહાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવમાં એવા તમામ ગુણો છે જે મુખ્યમંત્રી બનવા માટે જરૂરી હોઈ શકે છે. તેમણે કહ્યું કે, જેની પાસે સંખ્યા છે તે ચોક્કસપણે મુખ્યમંત્રી બની શકે છે.
પટના એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતી વખતે અભિનેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શત્રુઘ્ન સિન્હાએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણી જીતવા પર આમ આદમી પાર્ટીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી જાેરશોરથી આગળ આવી અને જીત નોંધાવી છે. તેમણે કહ્યું કે દરેકને ખબર હતી કે, જીત તેમની જ થશે, મેયર તેમનો જ હશે અને જરૂર પણ હતી.

અરવિંદ કેજરીવાલના વખાણ કરતા સિંહાએ કહ્યું કે, કેજરીવાલે જે વચન આપ્યું હતું તે પૂરું કર્યું. ખૂબ જ આનંદ થયો છે કે, અરવિંદ કેજરીવાલે દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતી છે. આરજેડીનેતા તેજસ્વી યાદવને બિહારના સીએમ બનાવવાને લઈને મહાગઠબંધનમાં તણાવ ચાલુ છે. જ્યાં આરજેડીનેતા તેજસ્વીને ઝડપથી સીએમ બનાવવાની માંગ કરી રહ્યા છે તો જેડીયુની રાય આ મામલે અલગ છે. આ દરમિયાન તેજસ્વી યાદવ કહી ચૂક્યા છે કે, તેમને કોઈ ઉતાવળ નથી. મહાગઠબંધનનો લક્ષ્ય ૨૦૨૪માં બીજેપીને સત્તામાંથી બહાર કરવાનો છે.

તેજસ્વીએ કહ્યું કે, મહાગઠબંધનમાં કોઈ મુશ્કેલી નથી. અમારું લક્ષ્ય ૨૦૨૪માં બીજેપીને કેન્દ્રની સત્તામાંથી બહાર કરવાનો છે. હાલમાં મહાગઠબધન સરકાર નીતીશ કુમારના નેતૃત્વમાં કાલી રહી છે. મને સીએમ બનવાની કોઈ ઉતાવળ નથી.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ગયા વર્ષે ભાજપ સાથે નાતો તોડીને મહાગઠબંધનમાં સામેલ થઈ ગયા હતા. જ્યારથી તેમણે રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિયતા વધારી છે ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, નીતીશ કુમાર બિહારમાં મહાગઠબંધનની બાગડોર તેજસ્વીને સોંપીને દિલ્હીની રાજનીતિમાં તેમની દખલને સંપૂર્ણપણે વધારી શકે છે. ખુદ નીતિશ કુમારે છેલ્લા દિવસોમાં સંકેત આપી દીધા હતા. તેમણે ધારાસભ્ય દળની બેઠકમાં કહ્યું હતું કે, ૨૦૨૫માં મહાગઠબંધનને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ લીટ કરશે. તેમણે જ મહાગઠબંધનને આગળ વધારવાનું છે. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.