Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મામાં વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, સંતશ્રી નથુરામબાપા જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા મુકામે SSC શુભેચ્છા, HSC વિદાય અને તેજસ્વી તારલા પુરસ્કાર વિતરણ સમારંભ દાનવીર અને બિલ્ડર એવાશ્રી રસિકભાઈ ખીમજીભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો.જેમાં ગત વર્ષે સારું પરિણામ મેળવનાર ત્રણ નંબર અને વર્ષ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારને દાતાઓ તરફથી ઇનામો આપવામાં આવેલ. શાળાના આચાર્યશ્રી સુરેશકુમાર એસ પટેલે શુભેચ્છા અને વિદાય લેનાર બાળકોને બોર્ડની પરીક્ષામાં જવલંત સફળતા મેળવી પ્રગતિના અનેકવિધ સોપાનો સર કરી જ્યોતિ વિદ્યાલયની જ્યોતને વધુ પ્રજ્વલિત કરો તેવા આશીર્વાદ આપ્યા હતા.

આ પ્રસંગે એલ.આઇ.સી ના એમડીઆરટી એજન્ટ શ્રી એસ જે પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષ શ્રી રસિકભાઈએ શાળાને નવીન વોટર કુલર ની ભેટ આપી હતી. ગુરુજી વતી શ્રી ભવાનસિંહજી વાઘેલા, જનકભાઈ ઠાકર, અજીતસિંહ દેવડા અને જીતુભાઈ પટેલે આશીર્વાદ આપ્યા હતા. સફળ કાર્યક્રમનું સંચાલન શ્રી એસ.પી.પટેલ અને સુ. શા.પટેલે કરેલ.. આભાર દર્શન શ્રી આર.પી. વાલા એ કરેલ.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers