Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સંધ્યા ગ્રુપ ઓફ કંપનીને ધ બેસ્ટ કેમિકલ અને એગ્રો નિર્માતા કંપનીનો એવોર્ડ એનાયત

(પ્રતિનિધિ) વાપી, એગ્રો કેમિકલમાં અગ્રેસર રહેલી વાપી- સરીગામની સંધ્યા ગ્રુપ ઓફ જંપનીને તાજેતરમાં મહારાષ્ટ્ર ખાતે યોજાયેલા સમારોહમાં ધ બેસ્ટ કેમિકલ અને એગ્રો કેમિકલ નિર્માતા કંપની તરીકે એવોર્ડ એનાયત કરાયો હતો. વાપી- સરીગામ ખાતે આવેલી અને અગ્રણી એગ્રો કેમિકલ બનાવતી કંપની સંધ્યા ગ્રુપને વધુ એક એવોર્ડથી નવાજવામાં આવ્યું છે.

મહારાષ્ટ્ર ખાતે યોજાયેલ એક ગૌરવ એવોર્ડ કાર્યક્રમમાં વાપી અને સરીગામની પ્રખ્યાત કંપની સંધ્યા ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર કાંતિલાલ કોલીને એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા આ એવોર્ડ મળ્યાની જાણકારી – મળતાં સંધ્યા ગ્રુપ વાપી અને સરીગામના સમસ્ત કર્મચારીઓ, અધિકારીઓ, મિત્રવર્તુળ અને પરિવારજનોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, વાપી અને સરીગામમાં કાર્યરત અગ્રણી એગ્રો કેમિકલ બનાવતી કંપની સંધ્યા ગ્રુપને આ પહેલા બિઝનેસ લીડર એવોર્ડ – ૨૦૧૯ થી સન્માનિત કરવામાં આવી છે.

સંધ્યા ગ્રુપ કંપનીને વધુ એક એવોર્ડ મળતા સમગ્ર દેશમાં વાપીનું નામ રોશન કર્યું છે. કંપનીની ૧૯૮૪માં સ્થાપના થયા બાદ સતત બેસ્ટ ક્વોલીટી પ્રોડકટ, પર્યાવરણીય નિયમોની જાળવણી, સેવાકીય પ્રવૃત્તિ થકી અનેક એવોર્ડ મેળવી ચુકી છે. જેમાં બેસ્ટ બિઝનેસ એવોર્ડ ૨૦૧૯, ગ્લોબલ ઇન્ડિયન ઓફ ધ યર એવોર્ડ ૨૦૧૩, બેસ્ટ પ્રોડક્ટ ઈન્ડિયા એવોર્ડ ૨૦૧૩, રાજીવ ગાંધી શિરોમણી પુરસ્કાર ૨૦૧૩, સર્વ શ્રેષ્ઠ નિર્યાત કંપની એવોર્ડ સહિત બધા જ એવોર્ડ મળ્યા છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers