Western Times News

Gujarati News

મુંબઈથી આવેલા બે શખ્શો ૪૫ થી વધુ કલોન કરેલા ATM કાર્ડ સાથે ઝડપાયા

અમદાવાદ: છેલ્લા ઘણાં સમયથી અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમા એટીએમમાંથી રૂપિયા ઉપાડવા જતા વૃદ્ધ મહીલા કે અન્ય લોકોની મદદ કરવાનાં બહાને કેટલાંક ગુનેગારો છેતરપીડી આચરતા હતા નાગરીકોની પાસેથી તેમનુ કાર્ડ બદલી લઈ તેનો પીન નંબર જાણ્યા બાદ આવી ઠગ ટોળકીના સભ્યો રૂપિયા ઉપાડી લેતા હતા શહેરનાં મોટાભાગનાં વિસ્તારોમાંથી આવી અસંખ્ય ફરીયાદો ઉઠતાં સ્થાનિક પોલીસ ઉપરાંત અન્ય એજન્સીઓ પણ સક્રીય થઈ હતી અને જવાબદાર ગુનેગારોની ઝડપી લેવા કમર કસી હતી.

જેના કારણે કેટલાંક શખ્શોને ઝડપી લેવાયા હતા તેમ છતાં બેકના એટીએમમાં બનતા ગુનાનુ પ્રમાણણ યથાવત રહેતા પોલીસે સધન તપાસ હાથ ધરી હતી ઉપરાંત પોતાના બાતમી દારોને સક્રીય કર્યા હતા જેની પરીણામે રાજ્ય બહારથી આવતી ટોળકીઓની સંડોવણી બહાર આવી હતી જેના પરીણામે પોલીસે સુત્રોને સક્રીય કરતા મહારાષ્ટ્રથી આવતા બે શખ્શોની બાતમી મળી હતી.

નારોલ પોલીસે વોચ ગોઠવીને શહેરમા વધુ અખે વખત ગુનાઓને અંજામ આપવા આવી રહેલાં બંને શખ્શોને ઝડપી લીધા છે આ શખ્શોની સાથેના સામાનની તપાસ કરતા પોલીસને મોટા પ્રમાણમાં નકલી એટીએમ કાર્ડનો જથ્થો ઉપરાંત અન્ય નકલી દસ્તાવેજા મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી છે.

શહેર એટીએમ મદદ કરવાને બહાને ડેબીટ કાર્ડ બદલીને બારોબાર ચાઉ કરી જવાની ઘટનાઓ બહાર આવતા પોલીસ તંત્ર સક્રીય બન્યુ હતુ અને આરોપીઓને ઝડપી લેવા ની દિશામાં સઘન તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન નારોલ પોલીસના પીએસઆઈ ડીઆર રાવ ને ખાતામીદારો તરફથી બે શખ્શો મુંબઈથી ઈરાદા પાર પાડવા આવવાનાં હોવાની બાતમી મળી હતી જેને આધારે પીએસઆઈ ડીઆર રાવની ટીમ સાંજે લાભા નજીક ગોઠવાઈ હતી આશરે સાડા સાત વાગ્યાના સુમારે બાતમી મુજબનાં બે શખ્શો ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી ઉતરીને નારોલ તરફ જતા હતા એ વખતે બંનેની અટક કરવામાં આવીહ તી અને પુછપરછ કરતા બંને ગલ્લા તલા કરવા લાગ્યા હતા.

જેથી તેમના થેલા તપાસમાં ડેબીટ કાર્ડનો મોટા જથ્થો મળી આવ્યો હતો જેનો પગલે બંને શખ્શો પોલીસ સ્ટેશને લઈ જઈને પુછપરછ કરતા તે અજયસિહ કવરસિહ દહીયા (૪૮) રહે બાલા હરીદાસ કોલોની દિલ્લી અને ભુપેન્દ્રસિહ (૩૭) રહે કચ્ચી કોલોની કાલુપુર હરીયાણ હોવાનું જણાવ્યુ હતુ

આ બંને શખ્શો પાસેના થેલા તપાસતા તેમાથી કલોન કરેલા ૪૫ થી વધુ ડેબિટ કાર્ડ મળી આવ્યા હતા ઉપરાંત અન્ય કેટલાક દસ્તાવેજા પણ મળ્યા હતા ઉપરાંત અન્ય કેટલાક દસ્તાવેજા પણ મળ્યા હતા પોલીસની પ્રાથમિક પુછપરછમા હજુ સુધી કોઈ ખાસ જાણકારી બહાર આવી નથી.

આ અંગે વાત કરતા નારોલ પીઆઈ ગોહીલે જણાવ્યુ હતુ કે લકઝરીમાંથી ઉતર્યા બાદ બંને નારોલ વિસ્તારમાં ફરી રહ્યા હતા એ વખતે તેમને ઝડપી લેવામાં આવ્યા છે હાલ તેમની પુછપરછ ચાલુ છે મુબઈથી આવેલા બંને શખ્શોની પુછપરછમાં શહેરનાં ઘણા ગુનાઓનો ભેદ ઉકેલવાની સંભાવના છે ઉપરાંત આ શખ્શોએ અમદાવાદ ઉપરાંત અન્ય શહેરો કે રાજ્યોમાં ગુનો આચર્યા છે કે કેમ અને કલોન કરેલા એટીએમ કાર્ડ કોલો આપ્યા એ દિશામા પણ સઘન તપાસ હાથ ધરી છે.

2 nabbed from narol area of ahmedabad came from mumbai with clone atm cards latest news from gujarat in gujarati


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.