Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Vadodara: ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ૫ લોકોનાં મોત

વડોદરા, ગુજરાતમાં અત્યારે સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં અટલાદર પાદરા રોડ પાસે ગંભીર અકસ્માત થયો હતો. અહીં રિક્ષા અને ગાડી વચ્ચે જાેરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે રિક્ષાનું પડીકું વળી ગયું હતું.

એટલું જ નહીં અહીં સ્થાનિકો પણ એકઠા થઈ જતા જાેવાજેવી થઈ હતી. નોંધનીય છે કે આ અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષામાં સવાર સમગ્ર પરિવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મીડિયા અહેવાલો પ્રમાણે રિક્ષામાં સવાર પરિવારના સભ્યો એક લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા.

અહીં રૂટ પર ગાડી અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેના કારણે ગાડીના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતું. તો બીજી બાજુ રિક્ષાનું તો જાણો પડીકું વળી ગયું હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. નોંધનીય છે કે આ અકસ્માત એટલો ગંભીર હતો કે થોડા સમય માટે એ માર્ગ પર પણ ચક્કાજામ થઈ ગયો હતો. ત્યારપછી પરિવારના સભ્યોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા માટેની તજવીજ શરૂ કરાઈ હતી.

તથા સ્થાનિકો દ્વારા પોલીસને પણ જાણ કરી દેવામાં આવી હતી. રિક્ષામાં સવાર ૩ બાળકો અને તેમના માતા-પિતા લગ્ન પ્રસંગમાં હાજર આપી પરત ફરી રહ્યા હતા. ત્યારે સામ સામે ગાડી અને રિક્ષાની ટક્કર થતા અકસ્માત થયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ૩ લોકોએ ઘટનાસ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે ૨ લોકોએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

બીજીબાજુ પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને યોગ્ય પગલાં લેવાનું શરૂ કરી દીધું હતું. અહીં સ્થાનિકોનો જમાવડો થયો તથા આસપાસ એકઠા થઈ ગયા હતા. ગુજરાતમાં સતત અકસ્માતોના કિસ્સાઓ વધી રહ્યા છે. મીડિયા અહેવાલો પ્રમાણે ગઈકાસે જામનગરમાં પણ સ્કૂલ બસ અને મનપાની વાન વચ્ચે ટક્કર થઈ હતી. તેવામાં વાત કરીએ તો અહીં કુલ ૨૦થી વધુ લોકો સવાર હતા.

જાેકે રાહતની વાત એ રહી હતી કે આ અકસ્માતમાં વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા પહોંચી હતી પરંતુ જાનહાનિ થઈ નહોતી. આ અંગે વધુ તપાસ પોલીસ કરી રહી છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers