Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

બે પુત્રો અને તેમના પિતાએ સાથે મળી યુવકની કરી હત્યા

અમદાવાદ, ભાવનગરના તળાજાના ભારાપરા ગામે યુવકની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. મળતી જાણકારી અનુસાર, ભાવનગરના તળાજાના ભારાપરા ગામે બે પરિવારો વચ્ચે થયેલી મારામારીમાં તુલસી સોલંકીની હત્યા થયાનો ખુલાસો થયો છે. ખેતરના રસ્તે ચાલવા બાબતે કૌટુંબિક ઝઘડામાં સમાધાન માટે પહોંચેલા યુવકની બે પુત્ર અને તેના પિતાએ સાથે મળીને હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો.

મૃતક યુવક બે સંતાનનો પિતા હતો. હત્યા નિપજાવનારા કૌટુંબિક બે ભાઈઓ અને તેના પિતાની પોલીસે શોધખોળ શરૂ કરી હતી. મોરબીની હળવદ સરા ચોકડી નજીક ટેન્કર દિવાલ સાથે અથડાતાં મહિલાનું મોત થયું. ટેંકર દિવાલ સાથે અથડાતાં દિવાલ પડતાં મહિલા દબાઈ ગઈ હતી. પાણી ભરેવા આવેલું ટેંકર રિવર્સ લેતાં ગોડાઉનની દિવાલ સાથે અથડાતાં સમગ્ર ઘટના બની હતી.

ઘટનાની જાણ થયા બાદ હળવદ પોલીસ દોડી આવી હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજ્યમાં અકસ્માતનો વણથંભ્યો સિલસિલો શરૂ જ છે. આજે વધુ એક અકસ્માતની ઘટના વડોદરાના અટલાદર પાદરા રોડ પર બની છે. રિક્ષા અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના ૫ સભ્યોને કાળ ભરખી ગયો હતો. આ અકસ્માતના પગલે રોડ પર લોકોના ટોળા ઉમટ્યા હતા.

અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા હતા જ્યારે બે બાળકોને ગંભીર ઈજા પહોંચતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યા ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યા હતા. આ તમામ મૃતદેહોને વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

વડોદરાના નાયક પરિવાર સોખડા ખાતે લગ્નમાં હાજરી આપવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. જેમાં પરિવારના તમામ સભ્યોના મોત થયા હતા.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers