Western Times News

Gujarati News

મહિલાને ડાબા પગમાં પ્રોબ્લેમ હતો, ઓપરેશન જમણા પગનું થઈ ગયું

નવી દિલ્હી, કેરલમાં એક ડૉક્ટરની લાપરવાહીનો ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. ડૉક્ટરે મહિલાનાં ડાબા પગના ઓપરેશનની બદલે જમણા પગનું ઓપરેશન કરી નાંખ્યુ હતુ. ૬૦ વર્ષીય સજીના સુ કુમાર મૂવર રોડ સ્થિત નેશનલ હૉસ્પિટલમાં પોતાના ડાબા પગનું ઓપરેશન કરાવવા ગયા હતા.

ઓપરેશન બાદ મહિલાએ ડૉક્ટર સામે આક્ષેપ લગાવતા કહ્યુ હતુ કે, ડૉક્ટર બેહિરશને તેમના ડાબા પગનું નહીં પણ જમણા પગનું ઓપરેશન કરી દીધુ હતુ. થોડા મહિના પહેલા સજીનાનો ડાબો પગ દરવાજાની વચ્ચે આવી જતા ઈજાગ્રસ્ત થયો હતો.

ડાબા પગમાં અચાનક દુખાવો થતા સજીના નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા. થોડા દિવસ બાદ પણ દૂખાવો બંધ ન થતા તેઓ નેશનલ હૉસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા. નેશનલ હૉસ્પિટલના સર્જને તેમને ૨૦ ફેબ્રૂઆરીએ હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા અને મંગળવારે ઓપરેશન કર્યુ હતુ.

સજીનાએ સમગ્ર માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ‘ઑપરેશન બાદ જ્યારે હું સ્વસ્થ થઈ ત્યારે મને મારો જમણો પગ ભારે લાગ્યો, મને લાગ્યુ કે મારા જમણા પગમાં ઓપરેશન કરવામાં આવ્યુ છે. હું જ્યારે ઓપરેશન માટે રેડી થઈ ત્યારે પણ મારા ડાબા પગનું જ ઓપરેશન કરવાનું હતુ તેવી ડૉક્ટર સાથે ચર્ચા પણ થઈ હતી.

પરંતુ મારા જમણા પગનું ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. મેં આ અંગે નર્સને જણાવ્યુ હતું અને ત્યારબાદન નર્સે જ્યારે ડોક્ટરને સમગ્ર હકિકત જણાવી ત્યારે ડૉક્ટરને તેમની લાપરવાહીની જાણ થઈ હતી’. આ અંગે સજીનાની દીકરીએ જણાવ્યુ હતુ કે, જ્યારે ડૉક્ટરને પોતાની લાપરવાહીની જાણ થઈ ત્યારે તેમને જવાબ આપતા કહ્યુ હતુ કે, સજીનાનાં જમણા પગમાં પણ બ્લોકે જ હતુ.

પરંતુ જ્યારે ડૉક્ટરે ઓપરેશન પહેલા તો જમણા પગનો એક્સ રે લીધો ન હતો. મહિલાના પરિવારજનો એ જણાવ્યુ હતુ કે, અમે આ મામલે DMO અને સ્વાસ્થ્ય મંત્રીને ફરિયાદ કરી છે. આ દરમિયાન હૉસ્પિટલના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, મહિલાના બંને પગમાં સમસ્યા હતી અને સર્જરી પહેલા મહિલાને અને તેના પતિને આ અંગે જાણકારી આપવામાં આવી હતી.

હૉસ્પિટલના  ડૉ. કે. એમ.આશિકે જણાવ્યુ હતુ કે, સજીનાને બંને પગમાં તકલીફ હતી અને તેમની ડૉ.બેહિરશાન સારવાર કરી રહ્યા હતા. તેમના જમણા પગની જ્યારે તપાસ કરવામાં આવી હતી ત્યારે તેમાં પણ તકલીફ જાેવા મળી હતી અને આ અંગેની જાણકારી સજીના અને તેમના પતિને આપવામાં આવી હતી તેમણે જ ઓપરેશનની મંજૂરી આપી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.