Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અમદાવાદનો વિદ્યાર્થી વડાપ્રધાન મોદીને મળ્યો: સ્વ-નિર્મિત નેનોસેટેલાઈટ બતાવ્યું

અમદાવાદ, અમદાવાદના બૈજુસના 15 વર્ષના વિદ્યાર્થીએ તાજેતરમાં પરિક્ષા પે ચર્ચા 2023માં ભાગ લીધો હતો, જ્યાં આપણા ભારતના માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી અને બાળકોને પરિક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને તનાવથી દૂર રહેવા માટે સલાહ આપી હતી. 15-year-old BYJU’S student meets PM Modi at Pariksha Pe Charcha; showcases self-created nanosatellite

સાબરમતીની કેન્દ્રિય વિદ્યાલયના 9માં ધોરણના વિદ્યાર્થી ધ્રુવિલ ચૌહાણએ આ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો અને વડાપ્રધાન મોદીની સાથે ચર્ચા કરી અને એરોસ્પેસ ફિલ્ડમાં તેના કામને પણ પ્રદર્શિત કર્યું હતું.

શાળામાં તેના સિનિયર્સ જેમને પરિક્ષા પે ચર્ચા 2022માં ભાગ લીધો હતો અને તાજેતરમાં જ તેની ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ની મુલાકાતથી પ્રેરિત તેને તેના સહ-વિદ્યાર્થીઓની સાથે મળીને એક નેનોસેટેલાઈટ તૈયાર કર્યું હતું, જેનાથી અન્ય વિદ્યાર્થીઓને પણ સેટેલાઈટ પર કામ કરવાનો અનુભવ મેળવવાનો એક મોકો મળે છે.

તેના આ કામને માન્યતા આપતા આ પ્રોજેક્ટને સરકાર દ્વારા પસંદ કરવામાં આવ્યો અને વડાપ્રધાન મોદીની સાથેની આ વર્ષની મિટિંગમાં અન્ય ઘણા પ્રોજેક્ટ્સની સાથે તેને પણ દર્શાવવામાં આવ્યો હતો.

BYJU’S to witness our student Dhruvil Chauhan represent his state at Pariksha Pe Charcha 2023.

સમર્પણ, દ્રઢતા અને મોટા સપના જોવાની શક્તિ અને તે સપનાને સાકાર કરવા માટેની કામ કરવાની શક્તિનું પ્રશંસનિય ઉદાહરણ છે, ધ્રુવિલ જેને તેના જુસ્સાને અનુસરવાની સાથે તેના શિક્ષણવિદ્દની સાથે સમતોલન જાળવીને તેના સહપાઠીને પ્રેરણા આપી છે.

પ્રોજેક્ટના લીધે કેટલાક ક્લાસ ચુકવા છતા પણ, તેને શિખવા માટે સાથીદારની જરૂરિયાત હતી, જે તેને સરળતાથી શિખવામાં મદદ કરે, ક્યારેક બૈજુસ ટ્યુશન સેન્ટર (બીટીસી)એ પણ તેમને આ કરવાની મદદ કરી છે. તેની મદદ માટે ઓનલાઈન અને ઓફલાઈન શ્રેષ્ઠ શિક્ષકો હતા, જે તેની મુશ્કેલીને દૂર કરવા માટે નિયમિત રીતે લેવાતી પરિક્ષા, પ્રેક્ટિસ સેશનમાં હાજરી તથા પ્રતિભાવ મેળવવાથી તેને ઘણી મદદ મળતી હતી.

આ વિશે જણાવતા, ધ્રુવિલ કહે છે, “પરિક્ષા પે ચર્ચામાં વડાપ્રધાન મોદીની સાથે મારી શાળાનું પ્રતિનિધિત્વ કરવું આનંદદાયક હતું અને હું મારા માતા-પિતા અને શાળાના તથા બૈજુસ ટ્યુશન સેન્ટર (બીટીસી)ના શિક્ષકોનો ખૂબ જ આભારી છું કે, તેને મને સ્માર્ટ કરવા કરવામાં મદદ કરી અને તેના લીધે જ મારા પ્રોજેક્ટ પર જરા પણ ધ્યાન ભટક્યા વગર નિયમિત અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યો.

ઓનલાઈન આકર્ષક વિડિયોઝ સાથે કેન્દ્રમાં શિક્ષણ પદ્ધતિએ મને વૈચારિકરીતે સ્પષ્ટતા મેળવવામાં મદદ કરી છે. બીટીસી ખાતે, હાઈબ્રિડ મોડના શિખવાના અનુભવની સાથે, હું ઓનલાઈન અને ઓફલાઈન બંને શિખવામાં સમર્થ છીએ અને તેનાથી મને અભ્યાસમાં ઘણી સરળતા મળે છે.”

હિમાંશુ બજાજ, બૈજુસ ટ્યુશન સેન્ટરના હેડ કહે છે, “અમારા વિદ્યાર્થી ધ્રુવિલ ચૌહાણને તેના રાજ્યને પરિક્ષા પે ચર્ચા 2023માં રજૂ કરતા જોવો એ બૈજુસ ખાતે અમારા બધા માટે એક ગર્વની ક્ષણ છે. તેની ટીમના સભ્યોએ આ પ્રોજેક્ટમાં જે મહેનત અને પ્રયત્ન કર્યા છે, તે અદ્દભુત છે.

શિક્ષણ પ્રત્યે જુસ્સાદાર બ્રાન્ડ તરીકે અમારો હેતુ વિદ્યાર્થીઓને શિખવા માટે સમર્થ કરવાનો તથા ગુણવત્તાસભર શિક્ષણ તેમની કોઈપણ જટિલ પરિસ્થિતિને ધ્યાને લીધા વગર મળી રહે તેની ખાતરી કરવાનો છે. વિદ્યાર્થીઓએ ઘણી વખત તેમના શૈક્ષણિક તથા એક્સ્ટ્રાકરીક્યુલર અભ્યાસને પણ સંતુલિત કરવા પડે છે

અને બીટીસીની સાથે તેમના સરળ શિખવાના વિકલ્પએ તેમને શ્રેષ્ઠ રીતે ભણવાનો વિકલ્પ જ આપે છે એટલું જ નથી, પણ તે પણ ક્લાસિસને ચુકવાની ચિંતા કર્યા વગર વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્રમને સારી રીતે સમજી શકે. બે શિક્ષણના મોડેલ, નિયમિત વિદ્યાર્થી- શિક્ષકની વચ્ચેનું જોડાણ તથા

એનાલિટિક્સ આધારિત મૂલ્યાંકન વિદ્યાર્થીઓને તેમની વ્યક્તિગત શિક્ષણની મુસાફરી અમારી સાથે કરવાની મંજૂરી આપે છે. અમે ધ્રુવિલ જેવા વિદ્યાર્થીઓને સપોર્ટ કરતા ખૂબ જ ખુશ છીએ અને તેમને તેમના ભવિષ્યના પ્રયત્ન માટે પણ તેમને શુભેચ્છા પાઠવીએ છીએ.”

Copyright © All rights reserved. | Developed by Aneri Developers
Exit mobile version