Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે બજેટમાં 1570 કરોડની જોગવાઇ

પ્રતિકાત્મક

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ૮૭૩૮ કરોડની બજેટમાં જોગવાઇ

આગામી વર્ષોમાં ખેતી, ઘરગથ્થું તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે વીજ વપરાશ વધવાની શકયતાઓને ધ્યાને લેતાં રાજ્યની જનતાને અવિરત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તેવા ભવિષ્યલક્ષી આયોજન સરકારે કરેલ છે. રાજ્યના વીજ વપરાશમાં રિન્યુએબલ ઊર્જાનો હિસ્સો વધારવા માટે સૌર અને પવન ઊર્જાનું મોટાપાયે ઉત્પાદન કરવાનું આયોજન છે. 1570 crore provision in the budget to provide electricity to farmers during the day instead of at night

ઊર્જાના કાર્યક્ષમ ઉપયોગ અને બચત માટે લોક સહકાર સાથે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે તેમજ દરેક ક્ષેત્રે એનર્જી ઓડિટની કામગીરીને આગળ ધપાવવામાં આવશે.

• ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત `૧૫૭૦ કરોડની જોગવાઇ.

• રીવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ અંતર્ગત વીજ વિતરણ માટે માળખાકિય સુવિધાઓનું અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે `૧૩૯૦ કરોડની જોગવાઇ.

• વીજ ઉત્પાદન અને ટ્રાન્સમિશન નેટવર્કના સુદ્રઢીકરણ માટે `૧૩૩૦ કરોડની જોગવાઇ.

• સબ સ્ટેશનની આસપાસની સરકારી ફાજલ જમીન પર ૨૫૦૦ મેગાવોટની ક્ષમતાના સોલાર પી.વી. પ્રોજેકટની સ્થાપના માટે `૧૧૮૫ કરોડની જોગવાઇ.

• આદિજાતિ, સાગરકાંઠા તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે `૧૦૧૦ કરોડની જોગવાઇ.

• સાગરકાંઠા તથા આદિજાતિ વિસ્તારોમાં નવા સબ-સ્ટેશનો સ્થાપવા માટે `૩૬૦ કરોડની જોગવાઇ.

• પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સોલાર પાવર આધારિત એગ્રીકલ્ચરલ પંપ પૂરા પાડવા માટે કુલ `૧૫૨ કરોડની જોગવાઇ.

• રસ્તાઓના વિસ્તૃતિકરણમાં અથવા હયાત રસ્તાઓ પર અડચણરૂપ વીજ માળખાનું શિફટીંગ,રિપ્લેસમેન્ટ કરવા માટે `૧૦૫ કરોડની જોગવાઇ.

• ડિસ્ટ્રીબ્યુશન લોસ ઘટાડવા અને જીવ સુરક્ષા સુનિશ્ચિત કરવા ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને અન્‍ડરગ્રાઉન્‍ડ કેબલ નેટવર્કમાં તબદીલ કરવા `૧૦૦ કરોડની જોગવાઇ.

• ખેતીવાડી ફીડરોના હયાત જૂના જર્જરીત વીજ વાયરો, કંડકટર બદલવાની કામગીરી તથા ખેતીવાડી ફીડરોના વિભાજનની કામગીરી કરી ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડવા `૮૭ કરોડની જોગવાઇ.

• આદિજાતિ વિસ્તારોમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા સાતત્યપુર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડવા `૫૨ કરોડની જોગવાઇ.

• ઊર્જાના કાર્યક્ષમ ઉપયોગ તેમજ ઊર્જા બચત માટે લોક સહકાર સાથે વિવિધ કાર્યક્રમો હાથ ધરવા તેમજ દરેક ક્ષેત્રે એનર્જી ઓડિટને પ્રોત્સાહન આપવા `૨૦ કરોડની જોગવાઈ.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers