Western Times News

Gujarati News

વરધરી ખાતે ૨૧૨ વાળંદ સમાજનો ૧૩મો સમુહલગ્ન યોજાયો

૧૦ જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં : દિકરીઓને ૯૦ જેટલી ચીજવસ્તુઓ આપી કન્યાદાન કર્યું

(પ્રતિનિધિ) વિરપુર, ૨૧૨ વાળંદ સમાજ સમૂહલગ્ન સમિતી મહિસાગર પંચમહાલ અને ખેડા જિલ્લા દ્વારા આયોજીત ૧૩ મો સમૂહલગ્ન લુણાવાડા તાલુકાના વરધરી ખાતે “સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો જેમા ૧૦ યુગલો એ પ્રભુતામા પગલાં પાડયાં હતાં દસ દિકરીઓને ૨૧૨ વાળંદ સમાજ તરફથી કન્યાદાનમા ફુલનહી તો ફુલની પાંખડી સ્વરૂપે ૯૦ જેટલી ઘરવપરાશની ચીજવસ્તુઓ આપી કન્યાદાન કરેલ કરવામાં આવ્યું હતું સાથે રોકડ રકમ પણ દાન આપી અને ૧૧ જૂથ વાળંદ સમાજ ગામ સમસ્ત તરફથી ભોજનના દાતાશ્રીઓ બની આ સમૂહલગ્નમા સિંહ ફાળો આપ્યો હતો.

વરધરી વાળંદ સમાજ સાથે ૧૧ જૂથ સમાજે રસોડાથી માંડી કાર્યક્રમ પૂર્ણ થયો ત્યા સુધી ખુબ સાથ સહકાર આપી ભગીરથ કાર્ય કરેલ છે આ સમૂહલગ્ન સમારોહમા શ્રીધમર્પ્રિયદાસજી મહારાજ (જેઠોલી મંદિર)ઉપસ્થિત રહ્યા હતા એમનુ સ્વાગત ૨૧૨ વાળંદ સમાજ સમૂહલગ્ન સમિતી પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા સાલ ફુલહાર આપી સન્માન કર્યુ હતુ નવદંપતિઓને સુખી દાંપત્ય જીવનનાં આશીર્વાદ તેમજ શુભકામનાઓ પાઠવી હતી વધુમાં મહારાજે જણાવ્યું હતું કે વ્યસન મુક્તિ પર ભાર મુક્યો હતો સમૂહલગ્ન થકી સમય અને પૈસાની બચત થાય સમૂહલગ્ન સમાજનો વિકાસનો પાયો છે સમૂહલગ્ન થકી સમાજ દેશ આગળ આવે સમૂહલગ્ન જાેડાવુ જાેઈએ ૨૧૨ વાળંદ સમાજ સમૂહલગ્ન સમિતી ને ધન્યવાદ આપ્યો આ ભગીરથ કાર્યનો યશ એમના શીરે જાય છે જેમના મા બાપ અને એમના દિકરા દિકરીને આ સમૂહલગ્નમા જાેડાયા એમને પણ ધન્યવાદ આપ્યા હતા.

પંચમહાલ લોકસભા સાંસદ રતનસિંહ રાઠોડ સમૂહલગ્ન સ્થળ પર આમંત્રણ ને માન આપી પધાર્યા હતા નવદંપતિઓને આર્શીવાદ આપ્યા હતાં આ કાર્યક્રમમાં ૨૧૨ વાળંદ સમાજના અગ્રણી આગેવાનો સહિત હાજર રહી ૧૩ સમુહલગ્ન મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.