Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Holi Celebration : હવે કેમિકલ કલર નહીં, ઓર્ગેનિકનો ટ્રેન્ડ

આવખતે ધૂળેટીમાં કેમિકલના રંગોથી નહીં પણ ફૂલ, ઓર્ગેનિક કલર અને ગુલાલથી હોળી રમવાની રંગરસિયાઓની તડામાર તૈયારીઓ

અમદાવાદ, રંગોના પર્વ Holi-Dhuletiની ઉજવણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે રંગરસિયાઓ હોળી-ધુળેટી ઉત્સવ ઊજવવાની તૈયારીઓ જાેરશોરથી કરી રહ્યા છે પરંતુ યુવાઓમાં હવે ધીરે-ધીરે હોળી-ધુળેટીની ઉજવણીનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. કેમિકલયુક્ત રંગને બદલે હવે ઓર્ગેનિક કલર અને ફૂલની હોળી રમવા માટે યુવાઓ-રંગરસિયાઓ અત્યારથી ઉત્સાહભેર આયોજન કરી રહ્યા છે. Holi Celebration: No more chemical color organic trend

રંગોની હોળી રમવાા માટે દરેક લોકો ખૂબ જ ઉત્સુક હોય છે, પરંતુ હોળી રમવાની આતુરતાની સાથે મનમાં એક ડર પણ રહે છે કે, કલરના કારણે સ્કિન કે વાળ ડેમેજ ન થઇ જાય. હોળી પર કેમિકલયુક્ત રંગોથી ચહેરો બગડી જાય છે. દરેક વ્યક્તિ પોતાની ત્વચાને લઈને ખૂબ જ ચિંતિત હોય છે, આવી પરિસ્થિતિમાં કેટલાક લોકો હોળી પર રંગો સાથે રમવા નથી માગતા કારણ કે મોટાભાગના હોળીના રંગો કેમિકલથી બનાવવામાં આવે છે. જેના કારણે ચામડી પર આડઅસર થવાની સંભાવના ઘણી વધારે હોય છે એટલું જ નહીં, પરંતુ ઘણા એવા રંગ છે. જે સંપૂર્ણપણે ત્વચા પર ચોંટી જાય છે. આવી સ્થિતિમાં ફૂલોની મદદથી કે ઓર્ગેનિક કલર કે પાણીથી જાેર શોરથી હોળી રમવા માટેનો ટ્રેન્ડ આવી રહ્યો છે કારણ કે ફૂલોમાંથી બનાવેલા રંગો સ્કિનને રંગને નિખારવામાં પણ મદદ કરે છે અને ઉસવની ઉજવણી પણ સારી રીતે થઈ શકે છે.

શહેરનાં બજારમાં કેસૂડા વેચાઈ રહ્યા છે. કેસૂડાનાં ફૂલો સામાન્ય દિવસોમાં ૧૦૦ રૂપિયે કિલો વેચાય છે પરંતુ ધુળેટી નજીક આવતાં એના ભાવ ડબલ થઇ ગયા છે. જેમ હોળી- ધુળેટીનો સમય નજીક આવતો જાય છે તેમ અન્ય ફૂલોનું વેચાણ પણ વધે છે. ફૂલના વેપારી રાજન શુકલાના જણાવ્યા અનુસાર લોકો હવે ઇકો ફ્રેન્ડલી અને ઓર્ગેનિક કલરનો ઉપયોગ કરે છે. જેના કારણે કેસૂડાના ફૂલોની ડિમાન્ડમાં વધારો થયો છે. ખાસ કરીને ઓર્ગેનિક અથવા ગ્રીન હોળી ઊજવવા માટે કેસૂડાનાં ફૂલનો ઉપયોગ કરાય છે. હાલમાં કેસૂડાનાં ફૂલનો ભાવ ૨૦૦ રૂપિયે કિલો છે. જે હજુ વધી શકે છે.

૧૦ કિલો જેટલાં કેસૂડાનાં ફૂલોમાંથી ૭૦૦ ગ્રામ જેટલો કલર બને છે. જ્યારે પાલક, ગલગોટા, બીટ, ગુલાબને ક્રશ કરી તેમના પલ્પને સૂકવી દળીને રંગ બનાવવામાં આવે છે.
પીળા મેરીગોલ્ડ, અમલતાસ અથવા ક્રાયસન્થેમમનાં ફૂલથી પીળો રંગ બનાવી શકાય છે. હોળીમાં સૌથી વધુ જેનો ઉપયોગ કરવામાં આવે છે તે રંગ વાદળી રંગ છે. તેથી કુદરતી વાદળી રંગ મેળવવા માટે ગુલમહોરનાં ફૂલ વપરાય છે. ઓરેન્જ રંગ કોઈ પણ તહેવારના ઉત્સાહ વધારવાનું કામ કરે છે. તેથી નારંગી રંગને સૌથી મહત્ત્વપૂર્ણ રંગ માનવામાં આવે છે. બજારમાં ઉપલબ્ધ નારંગી રંગ કેમિકલ્સ યુક્ત હોય છે.

તેથી કેસૂડાનાં ફૂલથી આ રંગ બનાવી શકાય છે. મોટા ભાગનાં ફૂલો બજારમાં સરળતાથી મળી જાય છે. બધાં ફૂલોને સારી રીતે ધોઈ લો, પછી તેને તડકામાં સૂકવી દો. બધાં ફૂલ સુકાઈ જાય એટલે તેને સારી રીતે પીસીને પાઉડર બનાવી લો. પીસતી વખતે, તેમાં ચંદનનાં તેલનાં ૨-૩ ટીપાં ઉમેરવાથી સુગંધ પણ ખૂબ સારી આવે છે અને રંગ પણ સારો બને છે. ચંદનનું તેલ નાખ્યા પછી બંને સામગ્રીને હાથ વડે સારી રીતે મિક્સ કરી લેવી. સ્કિન સ્પેશિયાલિસ્ટના મતે ફલ અને કેસૂડાંથી બનતા નેચરલ કલરના ઉપયોગથી ત્વચાના રોગ દૂર થાય છે અને ઉનાળાની ઋતુઓમાં ઈન્ફેક્શન થતું નથી તેમજ શરીરને ઠંડક મળે છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers