Western Times News

Gujarati News

10 મહિનામાં 20 લાખ ડસ્ટબીન AMC દ્વારા ઘરે ઘરે વિતરણ કર્યાં

પ્રતિકાત્મક

વસ્ત્રાલ અને ચાંદલોડિયા વોર્ડમાં એક લાખ કરતા વધુ ડસ્ટબીન આપવામાં આવ્યા

(પ્રતિનિધિ) અમદાવાદ, AMC દ્વારા દૈનિક ધોરણે અંદાજે ૪પ૦૦ મેટ્રીક ટન કચરો ઘરે ઘરેથી એકત્રિત કરી તેનો પીરાણા ડમ્પ સાઈટ ખાતે નિકાલ કરવામાં આવે છે તંત્ર દ્વારા અનેક વખત સુચના આપવામાં આવ્યા છતાં નાગરિકો ભીનો અને સૂકો કચરો એક જ ડસ્ટબીનમાં એકત્રિત કરે છે. 20 lakh dustbins distributed by AMC in 10 months

જેના કારણે ડમ્પ સાઈટ પર તેના પ્રોસેસમાં ખૂબ જ તકલીફ થાય છે. સદર સમસ્યાના ઉકેલ માટે મ્યુનિ. સત્તાધારી પાર્ટીએ એક વર્ષ અગાઉ બજેટમાં ઘરે ઘરે ડસ્ટ બીન આપવા માટે જાહેરાત કરી હતી જે અંતર્ગત માત્ર એક જ વર્ષમાં તંત્ર દ્વારા ર૦ લાખ જેટલા ડસ્ટબીનના વિતરણ કરવામાં આવ્યા છે જેમાં બે વોર્ડમાં તો એક લાખ કરતા વધુ ડસ્ટબીન વિતરણ થયા છે.

AMC દ્વારા નાગરિકોને કચરાનું સેગરીકેશન કરવા માટે અનેક વખત રૂબરૂમાં પણ સમજાવવામાં આવ્યા છે તેમ છતાં તેનો યોગ્ય અમલ થતો નથી તેથી ર૦રર-ર૩ના બજેટમાં સત્તાધારી પાર્ટીએ ભુરા અને વાદળી રંગના ૧૦ લીટર વેસ્ટબીન વિનામુલ્યે આપવા માટે જાહેરાત કરી હતી

જેના ભાગરૂપે છેલ્લા દસ મહિનામાં તંત્ર દ્વારા તમામ ૭ ઝોનમાં કુલ ૧૯૮ર૩૦૦ વેસ્ટ બીન ઈશ્યુ કરવામાં આવ્યા છે આ માટે રૂપિયા રપ કરોડનો ખર્ચ થયો છે. શહેરના પૂર્વ ઝોનમાં સૌથી વધુ ૪૮૯૮૦૦ વેસ્ટબીન ઈશ્યુ થયા છે જયારે દ.પ. ઝોનમાં સૌથી ઓછા ૧૬૩પ૦૦ વેસ્ટબીન ઈશ્યુ થયા છે

સામાન્ય રીતે દરેક વોર્ડમાં સરેરાશ ૩૦ કરતા વધુ વેસ્ટબીનના વિતરણ થયા છે માત્ર મણિનગર અને બાપુનગર વોર્ડમાં જ વિતરણ કરવામાં આવેલ બીનની સંખ્યા ઓછી છે. મણિનગર વોર્ડમાં ર૪પ૦૦, બાપુનગર વોર્ડમાં ર૬૦૦૦ તેમજ અસારવા વોર્ડમાં ર૩૦૦૦ વેસ્ટબીન ઈશ્યુ કરવામાં આવ્યા છે.

શહેરના વસ્ત્રાલ અને ચાંદલોડીયા વોર્ડમાં એક લાખ કરતા વધારે ડસ્ટબીનના વિતરણ થયા છે. મ્યુનિ. હેલ્થ કમિટિ ચેરમેન ભરતભાઈ પટેલના જણાવ્યા મુજબ ઘરે ઘરે વેસ્ટબીન વિતરણનો અભિગમ સફળતા પૂર્વક પૂર્ણ થયા બાદ હવે દરેક સોસાયટી દીઠ ૮૦ લીટરના મોટા લીટર બીન આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.