Western Times News

Gujarati News

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરાયો

આ ઘટના કૃષ્ણરાજપુર અને બેંગાલુરુ કેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશન વચ્ચે બની હતી રેલવે પોલીસે કાર્યવાહી હાથ ધરી

(એજન્સી)બેંગલુરુ, કર્ણાટાકના બેંગલુરુમાં મૈસૂર-ચેન્નાઈ એક્સપ્રેસ ટ્રેન વંદે ભારત પર શનિવારના રોજ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારામાં ટ્રેનની બે બારીના કાચ તૂટી જતા ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઘટના કૃષ્ણરાજપુર અને બેંગાલુરુ કેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશન વચ્ચે બની હતી. Vande Bharat Express were damaged Saturday when some miscreants pelted stones at the train

ત્યારે આ ઘટના બાદ રેલવે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જાે કે, આ પથ્થરમારાની ઘટનામાં યાત્રીઓને કોઈ જાનમાલનું નુકસાન પહોંચ્યું નથી અને તમામ મુસાફરો સુરક્ષિત છે. જાે કે, રેલવે પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે પણ આ મામલે હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.

પીએમ મોદીએ ગયા વર્ષે ૧૧ નવેમ્બરના રોજ સેમી હાઈટેક ટ્રેન મૈસૂર-ચેન્નાઈ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ચેન્નાઈ-મૈસૂર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ દોડે છે. આ ચેન્નાઈ સેન્ટ્રલથી સવારે ૫.૫૦ વાગે ઉપડે છે અને બપોરે ૧૨.૩૦ વાગે મૈસૂર પહોંચે છે. આ દરમિયાન ટ્રેન બેંગાલુરુના કેએસઆર સ્ટેશન પર પણ રોકાય છે.

દક્ષિણ પશ્ચિમ રેલવે, બેંગાલુરુ ડિવીઝને એક પ્રેસ નોટમાં જણાવ્યું કે, આ વર્ષે જાન્યુઆરીમાં રેલવે સુરક્ષા બળે પથ્થરમારાના કુલ ૨૧ કેસ નોંધ્યા છે. આ સિવાય ૧૩ કેસ ફેબ્રુઆરીમાં ડિવીઝનમાં નોંધવામાં આવ્યા છે. બે અઠવાડિયા પહેલાં સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ વંદે ભારત એક્સપ્રેસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

એ સમયે ટ્રેન તેલંગાણાના મહબૂબાબાદ જિલ્લામાંથી પસાર થઈ રહી હતી. પથ્થરમારા બાદ એક બારીનો કાચ તૂટી ગયો હતો. જાે કે, આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નહોતું.

આ પહેલાં આ જ વર્ષે જાન્યુઆરીમાં પશ્ચિમ બંગાળના માલદામાં હાવડા જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટના ૨જી જાન્યુઆરીની છે. એના બીજા દિવસે ત્રણ જાન્યુઆરીના રોજ દાર્જલિંગમાંથી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી હતી.

એના થોડા સમય બાદ ૨૦ જાન્યુઆરીના રોજ ન્યૂ જલપાઈગુડીથી હાવડા જઈ રહેલી વંદે ભારત ટ્રેન પર પણ પથ્થરમારો થયો હતો. આ ઘટના બિહારના કટિહાર જિલ્લામાંથી સામે આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.