Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Anupam Mittalને લાગે છે કે હું ચૂપ બેસીશ પરંતુ હું ચૂપ નથી રહેવાની: નમિતા

મુંબઈ,Shark tank india-1ને જબરદસ્ત પોપ્યુલારિટી મળ્યા બાદ મેકર્સ બીજી સીઝન લઈને આવ્યા છે, જે જાન્યુઆરીથી ઓન-એર થઈ છે. આ શાર્ક ટેંક ઈન્ડિયા ૨ને પણ દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે, જેના જજ નમિતા થાપર, વીનિતા સિંહ, અમન ગુપ્તા, અનુપમ મિત્તલ, પિયૂસ બંસલ તેમજ અમિત જૈન છે, જેમણે અશનીર ગ્રોવરની જગ્યા લીધી છે.

બિઝનેસ આધારિત આ રિયાલિટી શોના દરેક એપિસોડમાં આંત્રપ્રિન્યોર અલગ-અલગ આઈડિયા લઈને આવે છે અને તેના પર પિચ આપે છે.

કેટલાકની પિચ અને સંઘર્ષ કહાણી સાંભળીને શાર્ક્‌સ ઈમોશલ થઈ જાય છે તો કેટલાક આંત્રપ્રિન્યોર તેમની વાતોથી શાર્ક્‌સને હળવા કરી દે છે. તેમની વચ્ચે મજાક-મસ્તી તેમજ ડીલ માટે ઝઘડા પણ એટલા જ થતાં રહે છે. તેઓ એકબીજાને મોં પર સંભળાવી દેવાથી પણ પાછળ હટતા નથી. હાલમાં જ આવું કંઈક થયું હતું. શોના લેટેસ્ટ એપિસોડમાં, સૌરભ અગ્રવાલ અને અક્ષય અગ્રવાલ પિચ આપવા આવ્યા હતા.

તેમની કંપની તેવી પ્રોડક્ટ વેચે છે જે ખેતીને ટેકો આપે છે અને પાણીના વપરાશની ખાતરી કરે છે. આ સિવાય ખાતર અને જંતુનાશકના વપરાશને ૫૦ ટકા ઘટાડે છે. તેમણે ૧ કરોડ માટે ૧ ટકાની ઈક્વિટી માગી છે.

પોતાના મમ્મી ખેતી સાથે સંકળાયેલા હોવાથી અને તેમનું મોટું ખેતર પણ હોવાથી નમિતા થાપરે રસ દાખવ્યો હતો. તેમણે કહ્યું કે ‘હું તમને ૫૦ લાખ રૂપિયા ૧ ટકાની ઈક્વિટી અને બાકીના ૫૦ લાખ ૧૦ ટકાના વ્યાજ સાથે આપીશ’. અનુપમ મિત્તલે દખલગીરી કરતાં કહ્યું હતું કે ‘શું ઉધાર-ઉધાર કરી રહ્યા છો. દેવું ન લેશો’.

નમિતાને આ વાત ગમી ન હતી અને કહ્યું હતું ‘તને શું છે યાર, તું તારું સંભાળને. આને હંમેશા વચ્ચે બોલવાની આદત છે. હંમેશા દખલગીરી કરતો રહે છે. તેને લાગે છે કે હું ચૂપ રહીશ. હું ચૂપ નહીં રહું. તું ચૂપ કર’. તેમની વાત સાંભળીને માત્ર અનુપમ જ નહીં અમન પણ હસી પડ્યા હતા. ત્યારબાદ નમિતાએ આંત્રપ્રિન્યોરને કહ્યું હતું ‘હું નેગોશિએશન કરવા માટે તૈયાર છું’.

તેના પર અમિતે કહ્યું હતું ‘તમે શાર્કમાંથી ડોલ્ફિન કેવી રીતે બની ગયા?’. તેમની વાતથી સેટ પર હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. તો નમિતાએ કહ્યું હતું ‘હા હું ડોલ્ફિન બની રહી છું કારણ કે મને આ બિઝનેસ ગમ્યો છે.

થોડા દિવસ પહેલા અનુપમ મિત્તલે તેમના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેઓ નમિતા થાપરનું એક કટઆઉટ લઈને આવ્યા હતા જેમાં લખ્યું હતું ‘શાર્ક કે ડોલ્ફિન?’. તેના પર અનુપમે કહ્યું હતું ‘આ તો બધાનો સવાલ છે કે તું શાર્ક છે કે ડોલ્ફિન? કારણ કે તું તેના જેવું વર્તન કરે છે’.

 

View this post on Instagram

 

A post shared by Anupam Mittal (@anupammittal.me)

પોતાનું કટઆઉટ જાેઈ નમિતાને મસ્તી સૂજી હતી અને અનુપમ પર તે કટઆઉટ ફેંક્યું હતું. તો તેમણે કહ્યું હતું કે ‘તું શાર્ક ન બન. તું ડોલ્ફિન બનીને જ રહે’.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers