Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

આઈટીકોન્સ ઈ-સોલ્યુશન્સનો રૂ. 8.67 કરોડનો પબ્લિક ઈશ્યૂ 28 ફેબ્રુઆરીએ ખૂલશે

Mega flex Plastics IPO

મુંબઈ, અગ્રણી સ્ટાફીંગ અને રિક્રૂટમેન્ટ કંપની આઈટીકોન્સ ઈ-સોલ્યુશન્સ લિમિટેડ 28 ફેબ્રુઆરીએ તેનો એસએમઈ આઈપીઓ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. ITCONS E-Solutions Ltd’s Rs. 8.67 crore public issue on BSE SME platform opens for subscription on February 28

કંપની કાર્યકારી મૂડીની જરૂરિયાત અને સામાન્ય કોર્પોરેટ હેતુઓને પહોંચી વળવા સહિત તેની વિસ્તરણ યોજનાઓને ભંડોળ પૂરું પાડવા માટે પ્રારંભિક જાહેર ઓફર દ્વારા રૂ. 8.67 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. ફિનશોર મેનેજમેન્ટ સર્વિસીસ લિમિટેડ ઇશ્યૂની લીડ મેનેજર છે. પબ્લિક ઈશ્યૂ 2 માર્ચે બંધ થશે.

આઈપીઓમાં શેરદીઠ રૂ. 51ની કિંમતે (ઈક્વિટી શેરદીઠ રૂ. 41ના પ્રિમિયમ સહિત) રૂ. 10ની ફેસ વેલ્યુવાળા 17 લાખ ઈક્વિટી શેર્સ નવેસરથી ઈશ્યૂ કરવામાં આવશે જેનું મૂલ્ય રૂ. 8.67 કરોડ જેટલું થાય છે. અરજી માટે લઘુતમ લોટ સાઈઝ 2,000 શેર્સની છે જેનું મૂલ્ય અરજી દીઠ રૂ. 1.02 લાખ જેટલું થાય છે.

વધુ વિગતો શેર કરતા આઈટીકોન્સ ઈ-સોલ્યુશન્સ લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી ગૌરવ મિત્તલે જણાવ્યું હતું કે “અમને બીએસઈ એસએમઈ એક્સચેન્જમાં આ આઈપીઓ લોન્ચ કરવાનો ગર્વ છે. અમે માનીએ છીએ કે આ દાયકામાં અમારા સતત પ્રયાસો અને વૃદ્ધિને કારણે જે આ તબક્કે પહોંચવું શક્ય બન્યું છે. કંપની માટે આગળની વ્યૂહરચના માત્ર પબ્લિક ઈશ્યૂ લઈને આવવાની અને તેની વૃદ્ધિની સફર વધુ લોકો સાથે શેર કરવાની જ નહીં, પરંતુ કંપનીના ભાવિ માર્ગને મજબૂત કરવા માટે વધુ સંપત્તિ એકત્ર કરવી તેમજ કામગીરીના નવા વિસ્તારમાં સાહસ કરવાની પણ છે. અમે હંમેશા સૌથી વધુ નવીન સ્ટાફિંગ અને રિક્રૂટમેન્ટ સોલ્યુશન્સ પ્રદાન કરવાનો પ્રયત્ન કર્યો છે અને આઈપીઓ અમારા પ્રયત્નોને પ્રોત્સાહન આપશે. અમને આશા છે કે સૂચિત જાહેર ઈશ્યૂ પછી અમે અમારી વૃદ્ધિ વ્યૂહરચનાનો અમલ કરવામાં એવી રીતે સક્ષમ થઈશું જેથી  ગુણવત્તાયુક્ત સેવાઓ સતત પ્રદાન કરતી વખતે તમામ હિસ્સેદારો માટે મહત્તમ મૂલ્યસર્જન થાય.”

2007માં સ્થાપિત નવી દિલ્હી સ્થિત આઈટીકોન્સ ઈ-સોલ્યુશન્સ લિમિટેડ જાહેર અને ખાનગી બંને સંસ્થાઓને મોટાભાગે સંગઠિત ક્ષેત્રમાં વિવિધ ભૂમિકાઓ અને જવાબદારીઓમાં માનવ સંસાધન સેવાઓ પ્રદાન કરવાના વ્યવસાયમાં રોકાયેલ છે

અને તેમાં મુખ્યત્વે 1) મેનપાવર સપ્લાય/રિક્રૂટમેન્ટ સર્વિસીઝ અને 2) મેનપાવર સોર્સિંગ/સ્ટાફિંગ સેવાઓનો સમાવેશ થાય છે. કંપની આજે 800+ સ્ટાફ ટીમ (કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ સહિત) ધરાવે છે અને સ્ટાફિંગ અને રિક્રૂટમેન્ટ, ઇન્ફર્મેશન ટેક્નોલોજી, એફએમસીજી, ફૂડ વગેરે જેવા વિવિધ સેગમેન્ટમાં સેવાઓ પ્રદાન કરે છે.

કંપનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં મજબૂત ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી હાથ ધરી છે. નાણાંકીય વર્ષ 2021-22 માટે કંપનીએ રૂ. 18.20 કરોડની આવક, રૂ. 1.80 કરોડની એબિટા અને રૂ. 1.19 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો અને નેટવર્થ પર વળતર 53.31% હતું. સપ્ટેમ્બર 2022 ના રોજ પૂરા થયેલા છ મહિના માટે રૂ. 16 કરોડની આવક અને રૂ. 1.06 કરોડનો ચોખ્ખો નફો નોંધાયો હતો.

ઈશ્યૂ પછી કંપનીની શેર મૂડી પબ્લિક ઇશ્યૂ પહેલાં રૂ. 3.33 કરોડથી વધીને રૂ. 5.03 કરોડ થશે. પબ્લિક ઈશ્યૂ પછી કંપનીની કુલ નેટવર્થ વધીને રૂ. 13.29 કરોડ થશે જે ઈશ્યૂ પહેલા રૂ. 4.62 કરોડ હતી. પ્રમોટર્સ અને પ્રમોટર્સ ગ્રુપ કંપનીમાં 89.67% હિસ્સો ધરાવે છે. આઈપીઓ પછીનું પ્રમોટર ગ્રુપ હોલ્ડિંગ 59.36% રહેશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers