Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

રાજ્યમાં પહેલી વાર કોમ્પ્યુટરાઇઝડ ડ્રો દ્વારા અનુસૂચિત જાતિના લાભાર્થીઓની પસંદગી

રાજ્યના અનુસૂચિત જાતિના ૪૬૪ લાભાર્થીઓની રૂ. ૧૦.૧૫ કરોડના યોજનાકીય લાભો માટે કોમ્પ્યુટરાઇઝડ ડ્રો મારફત પસંદગી.-સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે કોમ્પ્યુટરાઇઝડ ડ્રો કરાયો.

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા, ગાંધીનગરની વિવિધ યોજનાઓમાં લાભાર્થીઓની પસંદગી કરવા માટે આજરોજ સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા સહિત શ્રી ભિખુસિંહ પરમારના  વરદ હસ્તે રાજ્યના અનુસુચિત જાતિના ૪૬૪ લાભાર્થીઓની રૂ.૧૦.૧૫ કરોડના યોજનાકીય લાભો માટે કોમ્પ્યુટરાઇઝડ ડ્રો મારફત પસંદગી કરવામાં આવી હતી.

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગરની ભારત સરકારના NSFDC  નવી દિલ્હી સહયોગી યોજનાઓમાં નાના પાયાની યોજનામાં ૧૫ લાભાર્થીઓને રૂ. ૧.૪ર કરોડ, માલ વાહક ફોર વ્હીલર યોજનામાં ૨૪ લાભાર્થીઓને રૂ. ૧.૪૨ કરોડ, ફોર વ્હીલર પેસેન્જર ટેક્ષી યોજનામાં ૧૬ લાભાર્થીઓને ૦.૮૯ કરોડ એમ મળીને કુલ  રૂ. ૨.૫૩ કરોડના ધિરાણ માટે કુલ ૫૫ લાભાર્થીઓની પસંદગી માટે કોમ્પ્યુટરાઇઝડ ડ્રો કરવામાં આવ્યો હતો.

તે ઉપરાંત રાજ્ય સરકાર સહાયિત યોજનાઓમાં નાના પાયાની યોજનામાં ૨૮૯ લાભાર્થીઓને           રૂ. ૪.૦૫ કરોડ, મારૂતી સુઝુકી ઇકો યોજનામાં ૨૫ લાભાર્થીઓને રૂ. ૧.૧૯ કરોડ તેમજ થ્રી વ્હીલરની યોજનાઓમાં ૯૫ લાભાર્થીઓને રૂ.૨.૩૮ કરોડ મળીને કુલ રકમ રૂ. ૭.૬૨ કરોડના ધિરાણ માટે કુલ ૪૦૯ લાભાર્થીઓની પસંદગી કરવા કોમ્પ્યુટરાઇઝડ ડ્રો કરાયો હતો. બન્ને યોજનાઓ મળીને કુલ ૪૬૪ લાભાર્થીઓને કુલ રૂ.૧૦.૧૫ કરોડનું ધિરાણ ડ્રો દ્વારા કરવામાં આવ્યું.

આ પ્રસંગે વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી સુનયના તોમર, આઈ.એ.એસ.,  નિગમના મેનેજીંગ ડિરેક્ટરશ્રી પ્રકાશ સોલંકી, આઈ.એ.એસ. (નિવૃત્ત) તેમજ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers