Western Times News

Gujarati News

IPL અને ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ બુમરાહ ગુમાવી શકે

મુંબઈ, ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર Jasprit Bumrah ઈજાના કારણે લાંબા સમયથી ટીમની બહાર છે. બુમરાહની ઈજા ઇન્ડિયન ક્રિકેટ ટીમ અને ક્રિકેટ ફેન્સ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. ઈજાના કારણે તે T20 World Cupથી પણ બહાર રહ્યો હતો. જાે કે IPL-2023માં તેની વાપસીની અટકળો લાગવવામાં આવી રહી છે, પણ હજુ સુધી એ વાતની પુષ્ઠી થઇ નથી.

અહેવાલ દ્વારા એવી જાણકારી મળી રહી છે કે તે આઈપીએલ અને જૂનમાં યોજાવનારી ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પણ રમી શકે નહિ. જસપ્રીત બુમરાહની ઈજા જેટલી લાગતી હતી તેના કરતા વધુ ગંભીર સાબિત થઇ છે. આઈપીએલની શરૂઆત એક મહિના પછી થવાની છે અને આ ટુર્નામેન્ટમાં તેનું રમવું ખુબ મુશ્કેલ લાગી રહ્યું છે. બીસીસીઆઈ અને આઈપીએલ દ્વારા મળતા સંકેત અનુસાર લગભગ પાંચ મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર રહેલા બુમરાહ વાપસી કરવી મુશ્કેલ છે.

ઇન્ડિયન ટીમ મેનેજમેન્ટ બુમરાહને લઈને કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવા નથી માંગતી અને આ વર્ષના અંતમાં થનાર વનડે વર્લ્ડ કપ માટે તેને સંપૂર્ણપણે ફીટ રાખવા માંગે છે. વનડે વર્લ્ડ કપ પહેલા થનાર એશિયા કપમાં બુમરાહ વાપસી કરી શકે છે. બુમરાહે ઈજા પહેલા ઓસ્ટ્રેલિયા સામે ૨૫ સપ્ટેમ્બરે રમી હતી.

શરૂઆતમાં એવી અટકળો હતી કે બુમરાહ IPLથી વાપસી કરી શકે છે. પરંતુ બુમરાહ સંપૂર્ણ ફિટનેસ થયો નથી. હવે ટીમ મેનેજમેન્ટ તેને સંપૂર્ણ ફિટ થયા બાદ જ મેદાનમાં ઉતારશે તેવી જાણકારી મળી રહી છે. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.