Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

જંબુસરના કીમોજમાં કાચા ઘરમાં રહેતી ખેડૂતની પુત્રી પાયલોટ બની

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લાના જંબુસરના છેવાડાના કીમોજ ગામે માટીવાડા કાચા ઘરમાં રહેતી ખેડૂતની દીકરી ઉર્વશી ડુબે આજે પાયલોટ બની માદરે વતન આવી પહોંચી હતી.પિતાના અથાક પરિશ્રમને કારણે ઉર્વશીનું સપનું આજે સાકાર થયું છે. ઉર્વશી ગામની ગુજરાતી શાળામાં જ મૂળ પ્રાથમિક શિક્ષણ લીધું હતું.બાળપણથી ઉર્વશીને આકાશમાં ઉડાન ભરવાની ઈચ્છા હતી.

પરંતુ પાયલોટ બનવાનો ખર્ચ ઘણો આવતો હોવા છતાં પિતા અને કાકા પપ્પુ દુબેએ નક્કી કર્યું કે આપણે દીકરીની ઈચ્છા પૂર્ણ કરીશું.જાે કે કાકાએ દીકરીનો ખર્ચ તો ઉઠાવ્યો પણ કોરોના કાળમાં અકાળે મોત થતા ઉર્વશીના અભ્યાસમાં ઘણી મુશ્કેલીઓ આવી છતાં પણ ઉર્વશી અને તેના પિતાએ હિંમત ન હારી અને તેના પિતા અને ઉર્વશીએ બેંકોમાં લોન માટે આંટા ફેરા માર્યા અને દ્રઢ માનસિકતાથી ઉર્વશી આખરે પાયલોટ બનીને તેના ગામ ખાતે આવી પહોંચી હતી.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ઉર્વશીને પાયલોટ બનાવવા માટે ખુદ સંતો પણ આગળ આવ્યા હતા. સ્તંભેશ્વર મહાદેવ મંદિરના સંત વિદ્યાનંદજી મહારાજે ઉર્વશીને હિંમત હાર્યા વગર આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. ઉર્વશી પાયલોટ બનતા જંબુસર તાલુકા સહિત ભરૂચ જીલ્લાનું નામ રોશન કર્યું છે અને પરિવારનું ગૌરવ પણ વધાર્યું છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers