Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

રાજકોટ-વેરાવળ અને ભાવનગર પરા રેલ્વે મંડલમાં કેરેજ રિપેર વર્કશોપનું નિરીક્ષણ કરાયું

અમદાવાદ, જનરલ મેનેજર, પશ્ચિમ રેલ્વે, અશોક કુમાર મિશ્ર રાજકોટ-વેરાવળ મંડલની વિન્ડો ટ્રેઇલિંગ નિરીક્ષણ હાથ ધર્યું. આ દરમિયાન, તેમણે રેલ્વે મંડલ પર રેલ વિદ્યુતીકરણ કાર્યની સમીક્ષા કરી અને કાર્યની પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો. તે સમય મર્યાદામાં પૂર્ણ કરવા પણ સૂચના આપી હતી. તેમણે વેરાવળ સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું.

ભાવનગર પરામાં તેમના રોકાણ દરમિયાન, મિશ્રએ ભાવનગર પરા સ્થિત કેરેજ રિપેર વર્કશોપનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું હતું. મુખ્ય વર્કશોપ મેનેજર હરીશચંદ્ર જાંગીડે તેમને વર્કશોપની પ્રવૃતિઓ વિશે માહિતગાર કર્યા હતા અને ચાલી રહેલા કામોની પ્રગતિ વિશે માહિતી આપી હતી. જાંગીડે તેમને ર્ઁંૐ દરમિયાન વર્કશોપના લેઆઉટ પ્લાન અને વર્કશોપની અંદર કોચની હિલચાલ વિશે વિગતવાર સમજાવ્યું. જનરલ મેનેજર મિશ્રએ વર્કશોપમાં આવતી લાઇનમાં કોચના શંટીંગમાં પડતી સમસ્યાઓ અને તેના સંભવિત ઉકેલ અંગે ચર્ચા કરી હતી.

તેમના વર્કશોપના નિરીક્ષણ દરમિયાન, મિશ્રએ એર બ્રેક સેક્શનના કોચમાં સ્થાપિત ડીવીનું નિરીક્ષણ કર્યું. પરીક્ષણોની ટ્રેસેબિલિટી પણ તપાસી. તેમણે વાહન વ્યવહાર દરમિયાન બહારની સામગ્રીથી બચાવવા માટે બોગીના સાઇડ બેરર્સને આવરી લેવાની સૂચના આપી હતી અને રિહેબ સેક્શનમાં તાલીમ અને નિષ્ક્રિય સમય દરમિયાન સ્ક્રેપમાંથી બનાવેલ વેલ્ડર્સની કલાકૃતિઓનું અવલોકન અને પ્રશંસા કરી હતી. મિશ્રએ પણ બોગી સેક્શનમાં દરેક પાસે નજીકથી જાેયું.

ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથેની ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આપણે નવી ટેક્નોલોજી અપનાવવા તેમજ આવનારા પ્રોજેક્ટ માટે પડકારો ઝીલવા તત્પર રહેવું જાેઈએ. સ્ટાફ કર્મચારીઓના રેકોર્ડ્‌સ, ડ્રોઇંગ્સ, પરિપત્રો અને રેકોર્ડની સારી જાળવણી માટે રેલ શોપ દ્વારા વિકસાવવામાં આવેલ છહઙ્ઘિર્ૈઙ્ઘ એપ્લિકેશન અને ઊઇ કોડ જેવી નવીનતાઓ સહિત વ્હીલ શોપમાં સ્ટાફ દ્વારા કરવામાં આવેલ ઉત્તમ કાર્યની પણ પ્રશંસા કરી.

મિશ્રની હાજરીમાં વર્કશોપના સૌથી વરિષ્ઠ રેલ્વે કર્મચારી એમ.ડી. દેશપાંડે દ્વારા નવા કાર્યરત ડાયનેમિક વ્હીલ બેલેન્સિંગ મશીનનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં ઉપલબ્ધ ૈંઝ્રહ્લ અને ન્ૐમ્ કોચનું નિરીક્ષણ કરતી વખતે, મિશ્રએ પેસેન્જર સુવિધાઓ અને સલામતીના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે નવી લિફ્ટિંગ શોપ અને પાણીની ટાંકી વિભાગની પણ મુલાકાત લીધી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers