Western Times News

Gujarati News

૩ વર્ષમાં રખડતાં કૂતરાંના ખસીકરણ પાછળ ૮.૪૬ કરોડ ખર્ચાયા પણ…

પ્રતિકાત્મક

અમદાવાદ, સામાન્ય અમદાવાદીઓના રોજબરોજના જીવનમાં સીધી રીતે સ્પર્શતી સમસ્યાઓમાં રખડતાં ઢોર અને રખડતાં કૂતરાંની સતત વધતી જતી રંજાડ છે. 8.46 crore spent on removal of stray dogs in 3 years

AMC દ્વારા લોકોને આ બંને સમસ્યાથી રક્ષણ આપવા પ્રયાસ કરાય છે, જાેકે શહેર જાણ્યે-અજાણ્યે રખડતાં ઢોરથી ગોકુળિયું ગામ બની ગયું હોય તેમ રોડ કે ફૂટપાથ પરના સિનારિયો જાેતાં લાગ્યા વિના નહીં રહે તો મોટા ભાગના વિસ્તારમાં રખડતાં કૂતરાંના આતંકથી સમી સાંજે ઘર બહાર નીકળતાં બાળકો અને વૃદ્ધો થરથર ધ્રૂજે છે.

અજાણ્યાને જાેઈ તરત બચકું ભરવા દોડતાં કૂતરાંથી ધોળે દહાડે સોસાયટી કે ફ્લેટ વિસ્તારમાં પ્રવેશતા કુરિયર સહિતની ખાનગી સર્વિસ આપનારા કર્મચારીઓ ડરી રહ્યા છે. અમદાવાદમાં રખડતાં કૂતરાંના ખસીકરણ-રસીકરણ પાછળ સત્તાવાળાઓ દ્વારા છેલ્લાં પોણા ત્રણ વર્ષમાં રૂ.૮.૪૬ કરોડથી પણ વધુ રકમ ખર્ચાઈ હોવાનું જાણવા મળ્યું છે.


Read News In Hindi

Read News in English

1 thought on “૩ વર્ષમાં રખડતાં કૂતરાંના ખસીકરણ પાછળ ૮.૪૬ કરોડ ખર્ચાયા પણ…

Comments are closed.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.