Western Times News

Gujarati News

પ% રકમથી વધુનો વ્યવહાર રોકડમાં કરી શકાશે નહીં

પ્રતિકાત્મક

ત્રણ કરોડનું ટર્નઓવર ધરાવનારને આઈટીના ઓડિટ રિટર્નમાંથી મુકિત મળશે

(એજન્સી)સુરત, બે કરોડથી વધુ ટર્નઓવર ધરાવનાર વેપારીએ ફરજીયાત ઓડીટ સાથેની રીટર્ન ઈન્કમટેક્ષમાં આપવાનું રહેતું હોય છે. તેમાં એક કરોડની મર્યાદા વધારવામાં આવતા નાના વેપારીઓને સૌથી વધુ રાહત થવાની છે. તેના કારણે હવે ૩ કરોડથી વધારે ટર્ન ઓવર ધરાવનાર વેપારીએ ઓડીટ સાથેની આઈટી રીટર્ન ભરવાનો નિયમ આગામી નાંણાકીય વર્ષથી લાગુ થવાનો છે.

કેન્દ્ર સરકારે રજુ કરેલા બજેટમાં નાના વેપારીઓને ઓછામાં ઓછી તકલીફ પડે તે દિશામાં પ્રયાસો શરૂ કર્યા છે. તેના ભાગરૂપે બે કરોડના બદલે હવે ૩ કરોડનું ટર્ન ઓવર ધરાવનાર વેપારીએ ઓડીટ સાથેનું આઈટી રીટર્ન ભરવાનું રહેશે.

આ નિયમ લાગુ કરવામાં આવ્યા બાદ વેપારીઓએ ઓડીટ કરાવવા માટે સીએને વધારાના નાણા ચુકવવાની સાથે ચોપડા રાખવાની ઝંઝટમાંથી છુટકારો થશે. જાેકે આ નિયમ આગામી નાંણાકીય વર્ષથી લાગુ કરવામાં આવનાર હોવાથી હાલમાં જે પણ વેપારીએ ઓડીટ સાથેનું રીટર્ન ભરવાનું છે તેમાં રાહત મળવાની નથી.

આ ઉપરાંત નવા નિયમ હેઠળ વેપારીએ અ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે પાંચ ટકાથી વધુનો રોકડ વ્યવહાર રીટર્નમાં દર્શાવ્યો હશે તો ઓડીટ સાથેનું જ રીટર્ન ભરવું પડશે.

જાેકે આ માટેનો સત્તાવર પરીપત્ર સીબીડીટી દ્વારા બહાર પાડવામાં આવ્યા પછી જ વેપારીને કેટલા રૂપિયાના ટર્નઓવર ધરાવનારે ઓડીટ વિના ઈન્કમટેક્ષ રીટર્ન ભરવાનું રહેશે તેની સાચી હકીકત બહાર આવે તેમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.