Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ગુજરાતના આ 8 ગામના લોકો દિપડાના આતંકથી બચવા રાત્રી ઉજાગરા કરે છે

બોલુન્દ્રા સહિતના ૮ ગામમાં દીપડાનો આતંક

મોડાસા, અરવલ્લી જીલ્લામાં દીપડાની દહેશત યથાવત જાેવા મળી રહી છે. છેલ્લા એક મહીના કરતા વધારે સમયથી બોલુન્દ્રા, જીવણપુર, ભાટકોટ, રામેશ્વરકંપા, સરડોઈ, ગઢડા, લાલપુર સહીતના પંથકમાં દીપડાના આંટાફેરા જાેવા મળી રહયા છે.

ગઢડા સહીતના વિસ્તારમાં પશુઓનું મારણ કર્યા બાદ હવે દીપડાએ ગોખરવામાં પણ પશુનું મારણ કરતા પશુપાલકોમાં ભય ફેલાયો છે. મોડી રાત્રે દીપડાએ પશુનું મારણ કરતા ગ્રામજનો હવે ભયભીત થયા છે. અને રાત્રે બહાર નીકળવાનું ટાળી રહયાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણ જેટલા દીપડાએ ગોખરવા પંથકમાં આવી પહોચ્યા હતા. જયાં કળાસિંહ મકવાણા નામના ખેડૂતના ખેતરમાં પહોચી પશુનું મારણ કર્યું હતું. પશુપાલકોને જાણ થતાં જ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગયા હતા. જાે કે, દીપડાનું ઝુંડ ત્યાથી પલાયન થઈ ગયું હતું.

પણ સ્થાનીક લોકોમાં હવે ભયનો માહોલ વધુ જાેવા મળી રહયો છે. છાશવારે પશુઓના મારણની ઘટનાઓ ઘટતા હવે ગ્રામજનોએ રાત્રી ઉજાગરા શરૂ કરી દીધા છે. અરવલ્લી જીલ્લાના વન વિભાગે ગઢડા અને ભાટકોટમાં એમ માત્ર બે પાંજરા મુકીને સંતોષ માન્યો હોય તેવું પણ ગ્રામજનોનું માનવું છે.

વનવિભાગ પાસે પાંજરા કેટલા છે તે પણ હવે સવાલો ઉઠી રહયાં છે. કારણ કે, પાંચલી વધારે ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના આંટાફેરા જાેવા મળી રહયાં છે.તો બે પાંજરા મુકવાથી દીપડો પાંજરે કેવી રીતે આવશે તે પણ એક સવાલ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers