Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

TMKOC:કોઈ પ્રોડ્યૂસર એક્ટરથી મોટો નથી હોતો: શૈલેષ લોઢા

મુંબઈ, ૨૦૦૮માં ‘TMKOC’ની શરૂઆત થઈ ત્યારથી તેમાં તારક મહેતાનું પાત્ર ભજવી રહેલા શૈલેષ લોઢાએ ગત વર્ષે શો છોડ્યો હતો.

ત્યારથી તેઓ સતત કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહે છે. તેમની એક્ઝિટ પર ઘણો વિવાદ થયો હતો તો દર્શકોએ પણ તેમને ગમે તે ભોગે પરત લાવવાની નહીં તો તેઓ શો જાેવાનું છોડી દેશે તેવી ધમકી આપી હતી. તે સમયે પ્રોડ્યૂસર આસિત કુમાર મોદીએ તેમને સમજાવવાના દરેક પ્રયાસ નિષ્ફળ રહ્યા હોવાનો દાવો કર્યો હતો. આ સાથે આ સાથે કહ્યું હતું કે, કોઈ પણ એક્ટર શોથી મોટો હોતો નથી તેથી કોઈના કારણે શો અટકવાનો નથી. હવે, શૈલેષ લોઢાએ આડકતરી રીતે આ અંગે જવાબ આપ્યો છે. Shailesh Lodha was asked the reason behind leaving TMKOC

શૈલેષ લોઢા હાલમાં એક ઈવેન્ટમાં સામેલ થયા હતા, જ્યાં તેમને TMKOC છોડવા પાછળનું કારણ પૂછવામાં આવ્યું હતું. જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘જે છૂટી ગયું તેના વિશે શું કહેવું? તમે મારી વાતો ઈશારામાં સમજાે. પુસ્તક છાપનારા પબ્લિશર હીરાની વીંટી પહેરીને ફરે છે અને લેખકે પોતાની જ બૂક પબ્લિશ કરવા માટે પૈસા આપવા પડી રહ્યા છે.

બીજાની પ્રતિભાથી કમાણી કરનારા વેપારી લોકો જ્યારે પોતાને પ્રતિભાશાળી અને મોટા સમજવા લાગે ત્યારે કોઈએ તેમને સમજાવવું જાેઈએ કે, તમે બીજાની પ્રતિભાથી કમાનારા લોકો છે. શૈલેષ લોઢાએ આગળ કહ્યું હતું કે કદાચ હું તે જ છું જેણે અવાજ ઉઠાવ્યો.

બીજાની પ્રતિભાથી નામ કમાનારી વ્યક્તિ કોઈ પ્રતિભાશાળી વ્યક્તિથી મોટી હોઈ શકે નહીં. દુનિયાનો કોઈ પબ્લિશર લેખક કરતાં મોટો હોઈ શકે નહીં. દુનિયાનો કોઈ પણ પ્રોડ્યૂસર ક્યારેય પણ એક્ટર કરતાં મોટો હોઈ શકે નહીં. દુનિયાનો કોઈ ફિલ્મમેકર કોઈ ડિરેક્ટર અથવા એક્ટર/એક્ટ્રેસથી મોટો ન હોઈ શકે. હું એક કવિ અને એક એક્ટર છું.

જ્યારે જ્યારે કંઈક એવું જશે… જે મારા કવિ અથવા એક્ટર હોવા પર મારા વિચારો પર હાવી થવાનો પ્રયાસ કરશે તો જ્વાળામુખી ફાટશે. શૈલેષ લોઢાની એક્ઝિટ બાદ આસિત મોદીએ કહ્યું હતું કે, તેમના માટે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો એક પરિવાર સમાન છે અને તેઓ બધાને જાેડીને રાખવામાં માને છે.

પરંતુ કેટલાક સાથે આવવા નથી માગતા. તેમને લાગે છે કે તેમનું પેટ ભરાઈ ગયું છે અને આ શોથી કંઈક અલગ કરવા માગે છે. તેઓ સમજવા નથી માગતા પરંતુ કોઈના જવાથી શો અટકવાનો નથી. નવા તારક મહેતા તેઓ ચોક્કસથી શોધશે. દર્શકોના ચહેરા પર સ્મિત જળવાઈ રહે તે તેમનો હેતુ છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers