Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

નહેરમાં ગાબડું પડતા નવીનગરી વિસ્તારમાં પાણી ભરાયા

(પ્રતિનિધિ) ભરૂચ, જંબુસર પંથકમાં છાસવારે નર્મદા નહેર તૂટવાના બનાવો બનતા હોય છે જેને લઈ ધરતી પુત્રને ભારે નુકસાની વેચવાનો વારો આવે છે આજરોજ કોરા કાવલી જતી માઈનો નહેરમાં ગાબડું પડતા નવીનગરી વિસ્તારમાં પાણી ભરાયા હતા. નર્મદા નિગમ દ્વારા જંબુસર તાલુકામાં લેવલ વગર તકલાદી બાંધકામ સાથે નેહરો બનાવવામાં આવી છે.જે અવારનવાર લીકેજ થવાના ગાબડા પડવાના બનાવો બનતા હોય છે.

છતાંય નર્મદા નહેરના અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી માગણાદ ગામ પાસે બે દિવસ પહેલા જ નહેરમાં ગાબડું પડવાના સમાચારની શાહી હજી તો સુકાઈ નથી ત્યાં તો જંબુસર તાલુકાના કાવલી ગામે સારોદ થી કોરા કાવલી જતી માઇનોર નહેરમાં ગાબડું પડતા ધરતીપુત્રોને ખેતરે જવાના માર્ગો પર પાણી ફરી વળ્યા તથા નવીનગરી વિસ્તારમાં પાણી ભરાતા તળાવ જેવું ભાસે છે.જનતા ભારે હાલાકી નો સામનો કરી રહી છે નહેર વિભાગ અધિકારીઓ ની નિષ્કાળ જીને લઈ ધરતી પુત્રને વારંવાર સહન કરવાનું આવે છે.જંબુસર પંથકમાં અવારનવાર નહેર તૂટવાના બનાવો બનતા હોય ધરતી પુત્રની મહામૂરી ખેતીને નુકસાન થતું હોય કુંભકર્ણની નિંદ્રામાં સુતેલા નહેર અધિકારીઓ જાગે તેમ ધરતીપુત્ર રહ્યા છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers