Gujarat : બનાવટી નિમણૂક પત્રથી એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહેલો નકલી PSI ઝડપાયો

અમદાવાદ, એક મહિલા દ્વારા બનાવટી સિલેક્શન ઓર્ડર બનાવીને કરાઈ પોલીસ ટ્રેનિંગ એકેડમીમાં ટ્રેઈની પોલીસ સબ ઈન્સપેક્ટર તરીકે નોંધણી કરાવવાના પ્રયાસ કર્યાના થોડા દિવસો બાદ એકેડેમીના અધિકારીઓ દ્વારા નકલી પીએસઆઈને ઝડપી પાડવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, વડોદરના ડભોઈના મયુર તડવી ઓછામાં ઓછા એક મહિનાથી PSI તરીકે કરાઈમાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો. Fake PSI undergoing training caught with forged appointment letter
તે લગભગ ચાર દિવસ પહેલાં પગારના સ્ટેટમેન્ટ દરમિયાન તેના વિશે જાણ થઈ હતી. તડવી સામે બનાવટી બદલ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
લગભગ ચાર દિવસ પહેલાં જ્યારે અમે ફેબ્રુઆરી મહિના માટે ૫૮૨ પીએસઆઈનું પગાર બિલ બનાવી રહ્યા હતા, ત્યારે અમને જાણવા મળયું કે પસંદ કરાયેલા ઉમેદવારોની યાદીમાં પીએસઆઈ તાલીમાર્થી તરીકે નોંધાયેલા મયુર તડવીનો સમાવેશ થતો નહોતો.
જે યુવરાજસિંહ સિસ્ટમ સુધારવાનું કાર્ય કરે છે એની સેવાનો લાભ લેવાની જગ્યા એ સરકાર અને પોલીસ એમને રક્ષણ આપવાની જગ્યા એ એમની સામે તપાસ કરે છે કે એમની પાસે પુરાવા ક્યાંથી આવ્યા!
જાહેર જનતા શું આની સામે અવાજ ઉપાડશે?@YAJadeja #Yuvrajsinhjadeja #psiscam #psifraud pic.twitter.com/gtNm7amBnc
— I Support Yuvrajsinh (@SupportYAJadeja) February 28, 2023
પોલીસ તાલીમ એકેડમીના વરિષ્ઠ અધિકારીઓને તેના વિશે જાણ કરવામાં આવી હતી અને તડવી સામે તપાસ શરુ કરવામાં આવી હતી, એવું કરાઈ એકેડમી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે. આ નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, તડવીએ કથિત રીતે ૯ જાન્યુઆરીના રોજ પોતાના દોસ્ત મેહુલ રાઠવા પાસેથી ડીજીપી કાર્યાલય દ્વારા જારી કરાયેલો નિમણૂક પત્ર મેળવ્યો હતો.
આ નિમણૂક પત્ર વિશાલ રાઠવાના નામે હતો. તડવીએ કથિત રીતે આ પત્રમાંથી વિશાલ રાઠવાનું નામ કાઢી નાખ્યું હતું અને તેના બદલે ઉમેદવાર નંબર ૩ તરીકે પોતાનું નામ લખી દીધું હતું. નિવેદન મુજબ, બનાવટી નિમણૂક પત્રનો ઉપયોગ કરીને તડવીને કરાઈ ટ્રેનિંગ એકેડમીમાં પ્રવેશ કર્યો હતો.
આ નિવેદનમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે એક રાજકીય નેતાએ એકેડમી દ્વારા શરુ કરવામાં આવેલી તપાસને અવરોધવા અને રાજકીય સરકારની છબીને કલંકિત કરવાના હેતુથી પ્રેસ કોન્ફરન્સ બોલાવીને પોલીસ અધિકારીઓની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ કર્યો હતો. ગુજરાતના ઈન્ચાર્જ ડીજીપી વિકાસ સહાયે પુષ્ટિ કરી કે તડવી કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો.
જે બાદ કરાઈ એકેડમીના પોલીસ ઈન્સપેક્ટર એમ.એન. રાણાએ ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તડવી વિરુદ્ધ બનાવટી દસ્તાવેજાે અસલી તરીકે રજૂ કરવા અને જાહેર સેવકનું નાટક કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, ગઈ ૨૧ ફેબ્રુઆરીના રોજ વેજલપુરની એક કાયદાની વિદ્યાર્થિની ધારા જાેશી પીએસઆઈ તરીકે પોતાની ભરતી દર્શાવવા માટેના દસ્તાવેજાે સાથે એકેડમીમાં આવી હતી. ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશનમાં તેના પર બનાવટનો આરોપ લાગ્યો હતો.SS1MS