Western Times News

Gujarati News

માનવતા મહેકાવતી પારડી હોસ્પિટલ મોંઘી ગણાતી ઈ-પ્લાન્ટ સર્જરી બિલકુલ ફ્રીમાં કરી અપાતા પથારીવશ દર્દી થયો ચાલતો

(પ્રતિનિધિ)પારડી, વલસાડ જિલ્લામાં પારડી ખાતે આવેલ ર્ડો. કુરેશીની પારડી હોસ્પિટલ છેલ્લા ૧૫થી વધુ વર્ષોથી ધરમપુર તથા કપરાડાના અંતરિયાળ ગામોના દર્દીઓ તથા ગરીબ લોકોને તમામ પ્રકારની મેડિકલ સારવાર તથા ઓપરેશનો ફ્રીમાં કરી આપે છે. આ વર્ષે પણ ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન સંપૂર્ણ એક મહિનો કપરાડા અને ધરમપુરના અંતરિયાળ ગામમાંથી આવતા ગરોબ દર્દીઓ તથા પૈસા ના અભાવે સારવાર,ઓપરેશન નહીં કરાવી શકતા અને પીડા ભોગવતા લોકોને મોંઘા ગણાતા ઓપરેશન પણ ફ્રીમાં કરી આપી ર્ડો.કુરેશી ની પારડી હોસ્પિટલે માનવતા મહેકાવી છે.

હાલમાં જ કપરાડાના નગર નામના અંતરિયાળ ગામમાં રહેતા એક ગરીબ યુવાનને અહીં દાખલ કરવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક સમય પહેલા આ યુવાનને થાપાના હાડકાનું ફ્રેક્ચર થયું હતું પરંતુ યોગ્ય સારવારના અભાવે પથારી વસ થઈ જતાં આખરે થાપાનો જાેઈન્ટ બદલવાની નોબત આવી હતી. આવી હેમી હીપ રિપ્લેસમેન્ટની જરૂરિયાતવાળા યુવાને પારડી હોસ્પિટલ ખાતે ચાલતા ફ્રી કેમ્પમાં લાવી દાખલ કરવામાં આવ્યો હતો. હાલ દર્દીની વયને જાેતા ૨૫ થી ૩૦ વર્ષ સુધી ચાલી શકાય એવા ઈ-પ્લાન્ટની જરૂર હતી. પરંતુ યુવાનની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી પારડી હોસ્પિટલે વિનામૂલ્યેહોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર કેયુર પટેલના હસ્તે બિલકુલ ફ્રીમાં ઓપરેશન કરી આપ્યું હતું.

શરૂઆતમાં ૨૫,૦૦૦ થી વધુનો ખર્ચ ધરાવતા આ ઓપરેશન માટે માનવ આરોગ્ય સેવા કેન્દ્રના ટ્રસ્ટી ચેતનભાઈ ચાપાનેરીએ ખર્ચ આપવાની તૈયારી દર્શાવી હતી ,પરંતુ આ સેવારુપી યજ્ઞમાં હમ અકેલે થે ઓર લોગ જુડતે ગયે કારવા બનતા ગયા ના વાક્ય ને સાર્થક કરતા આ ઈ-પ્લાન્ટ મેન્યુફેક્ચરિંગ કરી આપનારને રજૂઆત કરતા તેમણે પણ કોઈ પણ મૂલ્ય લીધા વગર વિના મુલ્યે ફ્રીમાં આ ઈપ્લાન્ટ સાધન દર્દીને આપી માનવતા મહેકાવી હતી. પારડી હોસ્પિટલના ઓર્થોપેડીક સર્જન કેયુર પટેલે ફ્રીમાં ઓપરેશન કરી ફક્ત બે દિવસની અંદર જ પથારીવશ થયેલ આ યુવાનને વોકર સાથે ચાલતો કરી દીધો હતો જેને જાેઈ તેના સગા વહાલાઓ અને હોસ્પિટલના સ્ટાફમાં પણ આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.