Western Times News

Gujarati News

ચૂંટણી કમિશનરની નિમણૂકો માટે સ્વતંત્ર પેનલ બનાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ

Files Photo

નવી દિલ્હી, સુપ્રીમકોર્ટે ઐતિહાસિક ર્નિણય કર્યો છે. હવે વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને સીજેઆઈની એક પેનલ બનશે જે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક કરશે. જસ્ટિસ કે.એમ.જાેસેફે કહ્યું કે લોકશાહીને જાળવી રાખવા માટે ચૂંટણી પ્રક્રિયાની શુદ્ધતા જાળવી રાખવી જાેઈએ નહીંતર તેના વિનાશકારી પરિણામો આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે એક સમિતિની રચના કરાશે. આ સમિતિમાં વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને સીજેઆઈને સામેલ કરાશે. દેશમાં મુખ્ય ચૂંટણી કમિશનર તથા ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે કોલેજિયમની જેમ એક સ્વતંત્ર પેનલ બનાવવા અંગે સુપ્રીમકોર્ટે આ ઐતિહાસિક ર્નિણય લીધો છે. પાંચ જજાેની બંધારણીય બેન્ચે આ ર્નિણય કર્યો છે. બેન્ચમાં જસ્ટિસ કે.એમ.જાેસેફ, જસ્ટિસ અજય રસ્તોગી, અનિરુદ્ધ બોસ, હૃષિકેશ રૉય અને સી.ટી.રવિકુમાર સામેલ છે. ખરેખર નિષ્પક્ષ અને પારદર્શક રીતે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગે સુપ્રીમકોર્ટમાં અરજીઓ દાખલ કરાઈ હતી. જસ્ટિસ રસ્તોગીએ કહ્યું કે હું જસ્ટિસ જાેસેફના ચુકાદા સાથે સંમત છું.

મુખ્ય ચૂંટણી કમિશનરો અને ચૂંટણી કમિશનરોની નિમણૂકની વર્તમાન પ્રક્રિયા રદ થશે. નિમણૂક માટે હવે સમિતિ રહેશે. સુપ્રીમકોર્ટે કહ્યું કે ચૂંટણીપંચ સ્વતંત્ર હોવું જાેઇએ. તે માત્ર સ્વતંત્ર હોવાનો દાવો ન કરી શકે. રાજ્ય પ્રત્યે ફરજ નિભાવવાની સ્થિતિમાં એક વ્યક્તિના મનમાં એક સ્વતંત્ર રુપરેખા ન હોઈ શકે. એક સ્વતંત્ર વ્યક્તિ સત્તામાં રહેતા લોકો માટે દાસ ન હોઈ શકે. એક ઈમાનદાર વ્યક્તિ તરીકે સામાન્ય રીતે મોટા અને શક્તિશાળી લોકોથી બેધડક ટક્કર ખાય છે. સરકારે કાયદા પ્રમાણે કામ કરવું જાેઈએ. લોકતંત્ર ત્યારે જ સફળ થશે જ્યારે તમામ હિતધારક ચૂંટણી પ્રક્રિયાની શુદ્ધતા જાળવી રાખવા માટે તેના પર કામ કરે. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.