Western Times News

Gujarati News

ગઠીયો નરોડાથી લકઝરી કોચ લઈ ભાગ્યોઃ નડિયાદ પોલીસને હાથે ઝડપાયો

અમદાવાદ નિકોલ વિસ્તાર ની ચોરી થયેલ સ્લીપર કોચ લક્ઝરી સાથે આરોપીને ઝડતી પાડતી નડીયાદ ટાઉન પોલીસ

(પ્રતિનિધિ)નડિયાદ, પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓની સુચના મુજબ તથા નડીયાદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇના માર્ગદર્શન હેઠળ એચ.બી.ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર નડીયાદ ટાઉન પો.સ્ટે. નાઓએ મિલ્કત સબંધી ગુનાઓ બનતાં અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા સારુ કરેલ સુચના આધારે (thief-escaped-from-naroda-with-a-luxury-coach-was-caught-by-the-nadiad police)

નડીયાદ ટાઉન પો.સ્ટેશનના સર્વેલન્સ પો.સ.ઇ એચ.એ.રીષીન તથા પો.સ.ઇ કે.આર.દરજી તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો અ.હેઙકો સુભાષચંન્દ્ર ,ગીરીશભાઇ, શૈલેષકુમાર, બ્રિજેશકુમાર પેટ્રોલીંગમા હતા દરમ્યાન પો.સ.ઇ એચ.એ.રીષીન તથા પો.સ.ઇ કે.આર.દરજી નાઓને સંયુકત બાતમી હકિકત મળેલ કે

અમદાવાદ નિકોલ પો સ્ટે હદ વિસ્તારમાંથી એક સ્લીપર કોચ લકઝરી ચોરી થયેલ હોય જે લક્ઝરી જેના મેઇન કાચ ઉપર અંગ્રેજી માં તુલસી લખેલ છે. જે લકઝરી નડીયાદ ગણપતી ચોકડી થઇ હેલીપેડ તરફ જનાર છે જે બાતમી આધારે નડીયાદ મરીડા ચોકડી થી હેલીપેડ તરફ જવાના રસ્તા વચ્ચે છૂટા છવાયા ઉભા રહી મરીડા ચોકડી તરફથી સ્લીપર કોચ લકઝરી આવતી જણાતા તેને રોકી લઇ લકઝરીના ડ્રાઇવરને નીચે ઉતારી પંચો રૂબરૂ નામ ઠામ પૂછતા

પોતે પોતાનુ નામ ધર્મેન્દ્ર બાબુભાઇ બારૈયા હાલ રહે, અમદાવાદ,નરોડા ગામ મોટી ખડકી ૧૧ અમદાવાદ મૂળ રહે, ભાવનગર,નારી ચોકડી, નીલેષ સોસાયટી ૯ પો. વરતેજ તા ભાવનગર નો હોવાનુ જણાવેલ જેથી સદર સ્લીપર કોચ લકઝરીના આર ટી ઓને લગતા કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવેલ,

તેમજ તે ગલ્લા તલ્લા કરવા લાગેલ અને કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ જેથી સદર લકઝરીનો આગળ પાછળ રજી નં જાેતા જી જે ૦૩ બી ટી ૮૦૧૧ નો હતો જેથી સદર ઇસમની યુતિપ્રયુતિ થી પુછપરછ કરતા સદર ઇસમે ગઇ કાલ રોજ વહેલી સવાર ના આશરે પાંચેક વાગયાના સુમારે ન્યુ નારોલ સેલ્બી હોસ્પીટલ બાજુ ગયેલ,

અને તેના ખુલ્લા મેદાનમાં એક લકઝરી પાર્ક કરેલ જેનો દરવાજાે ખોલતા ખુલી ગયેલ જે લકઝરી મેં બે વાયરો ભેગા કરી સ્પાર્ક કરી ચાવી વગર ચાલુ ચોરી કર્યા હોવાની કબુલાત કરતો હોય સદર બાબતે અમદાવાદ નિકોલ પોલીસ સ્ટેશન ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો નોંધાયેલ હોય.

જેથી સદર આરોપીને સી.આર.પી.સી કલમ ૪૧(૧) (ડી) મુજબ અટક કરી સદર ઇસમ પાસેની લકઝરી બસ ને સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી આરોપી તથા મુદ્દામાલ અમદાવાદ નિકોલ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ કરવામા આવેલ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.