Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

હવેથી US ભણવાં જવા માંગતા વિદ્યાર્થીઓ 1 વર્ષ પહેલા સ્ટુડન્ટ વીઝા માટે અરજી કરી શકશે

અમદાવાદ: અમેરિકાની સરકાર દ્વારા એફ (F Catagory પરંપરાગત શૈક્ષણિક) અને એમ (M Catagory-વોકેશનલ) બંને કાર્યક્રમો માટેના નવા I-20 વિઝા નિયમો દર વર્ષે યુએસ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવતા ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. તેઓ હવે તેમના સ્ટુડન્ટ વિઝા માટે એક વર્ષ અગાઉ અરજી કરી શકશે. US-bound students in India may get F-1 and M-1 visa applications a year in advance

 

વિદેશી શિક્ષણ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અગાઉના નિયમમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક અભ્યાસક્રમ શરૂ થવાના માત્ર 120 દિવસ (ચાર મહિના) પહેલા વિઝા માટે અરજી કરવાની છૂટ હતી. જ્યારે શૈક્ષણિક સિઝન પહેલા ધસારો વધુ હોય છે, ત્યારે ઘણા ઉમેદવારો જોડાવાની સમયમર્યાદા ચૂકી જાય છે કારણ કે તેઓને વિઝા ઇન્ટરવ્યુની તારીખ સમયમર્યાદાની ખૂબ નજીક અથવા તેના પછી મળે છે.

“F અને M વિદ્યાર્થીઓના વિઝા હવે I-20 પ્રોગ્રામની શરૂઆતની તારીખના 365 દિવસ અગાઉ જારી કરી શકાય છે, જે વિદ્યાર્થીઓને વિઝા માટે અરજી કરવા માટે વધુ સમય આપે છે.  આ ઉપરાંત વિઝા મળી ગયા બાદ ટીકીટ બુકીંગ કરાવવામાં પણ સરળતા રહે છે. છેલ્લી ઘડીએ ટિકીટ બુક કરાવવામાં ટિકીટ મોંઘી પડતી હોય છે.

વિદ્યાર્થીઓને તેમના પ્રોગ્રામની શરૂઆતની તારીખના 30 દિવસ પહેલા સ્ટુડન્ટ વિઝા પર યુ.એસ.માં પ્રવેશવાની મંજૂરી નથી,” 21 ફેબ્રુઆરીના રોજ યુએસ સરકારના સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક ટ્વિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ઓવરસીઝ એજ્યુકેશન કન્સલ્ટન્ટ ભાવિન ઠક્કરે જણાવ્યું હતું કે જો ઉમેદવારને પ્રસ્થાનની તારીખની નજીક વિઝા મળી જાય તો પણ તેણે ટિકિટ બુક કરવા માટે પૈસા ખર્ચવા પડે છે. “ટિકિટના દર ઘણીવાર પીક સીઝનમાં સામાન્ય ભાડા કરતાં 2-2.5 ગણા વધી જાય છે.

પ્રક્રિયા હવે 365 દિવસ અગાઉથી થઈ રહી છે, વિદ્યાર્થીઓ નિયત પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી અમેરિકા જવા માટે સમયસર ટિકિટ બુક કરી શકશે,”

Copyright © All rights reserved. | Developed by Aneri Developers