Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Amitabh Bachchan એક્શન સીન દરમિયાન ઈજાગ્રસ્ત થયા

મુંબઇ,મેગાસ્ટાર અમિતાભ બચ્ચને જણાવ્યું છે કે, તેઓ તેમની આગામી ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ના શૂટિંગ દરમિયાન હૈદરાબાદમાં ઘાયલ થયા હતા. તેણે પોતાના બ્લોગમાં આ ઘટનાની માહિતી આપી છે. Amitabh Bachchan got injured during an action scene

અમિતાભ બચ્ચને કહ્યું કે, તેઓ એક એક્શન સીન માટે શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને ઈજા થઈ હતી. જાે કે બિગ બી હાલમાં મુંબઈ આવી ગયા છે અને પોતાના ઘરે આરામ કરી રહ્યા છે.

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ (https://srbachchan.tumblr.com/)માં જણાવ્યું છે કે, તેમને પાંસળીમાં ઈજા થઈ છે. તેણે લખ્યું, “હું હૈદરાબાદમાં પ્રોજેક્ટ કે માટે એક એક્શન સીન શૂટ કરતી વખતે ઘાયલ થયો હતોપશૂટિંગ રદ કરવામાં આવ્યું છે.

અને ડોકટરોએ ચેક કર્યું અને હૈદરાબાદની AIG હોસ્પિટલમાં સીટી સ્કેન કરાવ્યું અને હું ઘરે પાછો ગયો. સ્ટ્રેપિંગ કરવામાં આવી રહ્યું છે અને અન્ય વસ્તુઓ કહેવામાં આવી રહી છેપ હા ખૂબ પીડા હતી. હલનચલન અને શ્વાસ લેવામાં પણ.HM1

Copyright © All rights reserved. | Developed by Aneri Developers