Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વાલ્લા પ્રાથમિક શાળામાં આવી ધુળેટી- હોળી લાવી ખુશીની ઝોળી અંતર્ગત પ્રેરક કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળા આપણાં વિવિધ તહેવાર- ઉત્સવની સાચી ઉજવણી કરીને જીવાતા જીવનના જીવંત અનુભવ પૂરા પાડી જીવન ઉપયોગી શિક્ષણ આપી રહી છે.શિક્ષણ-સંસ્કાર-સંસ્કૃતિ શીખવતી આ શાળાએ ‘આવી ધુળેટી હોળી,લાવી ખુશીની ઝોળી’ નામે પ્રેરક પ્રવૃતિ યોજી છે.શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટ અનેક નવતર પ્રયોગ દ્વારા શિક્ષણકેન્દ્રી અને સમાજકેન્દ્રી કાર્યો કરે છે.તેમણે શાળાના વિદ્યાર્થીઓ પાસે ચોખાનો લોટ તથા ફૂડ કલરમાંથી ‘હર્બલ હોળી કલર ‘ તૈયાર કરાવી શાળા -આંગણવાડીના ૨૦૦ વિદ્યાર્થીઓને આપ્યા છે.

બજારમાં મળતાં કલર કેમિકલવાળા હોવાથી ત્વચા સંબંધી અનેક સમસ્યાઓ કરે છે એલર્જી પણ થાય છે.ત્યારે આ હર્બલ કલર ખૂબ જ નિર્દોષ છે અને આ કોઈ સમસ્યાઓ પણ થતી નથી.વિશેષ આ તમામ કલર સૂકા આપ્યા છે..બાળકોને પીચકારી આપી નથી તેથી પાણીનો વેડફાટ અટકે છે.આમ,પાણી બચાવવાનો પાવન સંદેશ પણ અહીં દેખાય છે.જે ખેડા જિલ્લાનો પ્રથમ નવતર પ્રયોગ છે. હોળી ધુળેટીના તહેવારમાં ધાણી,ચણા,ખજૂરનો વિશેષ મહિમા છે.

જેનાથી શરીરમાં જમા થયેલ કફની ચીકાશ દૂર થાય છે.કફ,વાયુ,ખાંસી અને થાક દૂર કરે છે.બળવર્ધક પણ છે.તેથી તમામ વિદ્યાર્થીઓને ધાણી ચણા ખજૂરની કીટ પણ તૈયાર કરી અપાઈ છે.ઉપરાંત હોળીનો વિશેષ મહિમા સમજાવતી ભક્ત પ્રહલાદ નૃત્ય નાટિકાની પણ રજૂઆત કરાઈ છે. હર્બલ કલર કીટ અને ધાણી-ચણા-ખજૂરની કીટના દાતા વિશ્વ ગાયત્રી પરિવાર-સારસાના નિત્યાનંદ ગોરધનભાઈ પટેલ તથા હિતેશકુમાર બ્રહ્મભટ્ટ સહયોગી બન્યા હતા.

આ કીટ ગામના સરપંચ અશ્વીનભાઈ વાળંદ ,ઉપ સરપંચ અશોકભાઈ પરમાર અને શિક્ષકોના હસ્તે તમામ ૨૦૦ બાળકોને અપાઈ હતી.સાચી ઉત્સવ ઉજવણી અને પ્રકૃતિ રક્ષણની આ પ્રેરક પ્રવૃત્તિને સફળ બનાવવા હિતેશકુમાર બ્રહ્મભટ્ટ સાથે આચાર્ય જયપાલસિંહ ઝાલા,નયનાબેન બ્રહ્મભટ્ટ ,પિનાકિનીબેન રામી,સેજલબેન પંડ્યા,સતીશભાઈ પટેલ, ર્નિમલભાઈ પટેલ અને નિલેશભાઈ ઝાપડિયાએ ભારે જહેમત ઉઠાવી હતી

Copyright © All rights reserved. | Developed by Aneri Developers