Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

મલાવ પ્રાથમિક શાળામાં થઈ “એક ભારત શ્રેષ્ઠ ભારત” કાર્યક્રમની ઉજવણી

(પ્રતિનિધિ) કાલોલ, વર્ષ ૨૦૧૫માં ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા “એક ભારત શ્રેષ્ઠ ભારત”યોજનાની શરૂઆત કરવામાં આવી. જેનો મૂળ ઉદ્દેશ્ય ભારતના વિવિધ રાજ્યો એકબીજાની વિશિષ્ટ સંસ્કૃતિ, સભ્યતા, ધરોહર અને પરંપરાઓને જાણે તે હતો. જે અંતર્ગત કાલોલ તાલુકાની મલાવ પ્રાથમિક શાળામાં ગુજરાત – છત્તીસગઢ પરિચય અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેનું સમગ્ર આયોજન સામાજિક વિજ્ઞાનના શિક્ષિકા બહેનો અરૂણાબેન અને હીનાબેન દ્વારા કરવામાં આવ્યું. જેમાં બન્ને રાજ્યો સંબંધિત વકતૃત્વ સ્પર્ધા, ક્વિઝ (પ્રશ્નોત્તરી સ્પર્ધા), ગુજરાતના લોકગીતની રજૂઆત, છત્તીસગઢના લોકગીતની રજૂઆત તથા બન્ને રાજ્યોના પોસ્ટર્સનું બાળકો દ્વારા નિદર્શન યોજવામાં આવ્યું હતું. વળી, બધા જ બાળકોને શાળા પરીવાર વતી નાનકડી ભેટ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers