Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Sensexમાં ૪૧૫ અને Niftyમાં ૧૧૭ પોઈન્ટનો ઊછાળો જાેવાયો

મુંબઈ, સ્થાનિક Stock Market સોમવારે સતત બીજા સત્રમાં તેજી સાથે બંધ થયા હતા. બીએસઈ સેન્સેક્સ ૪૧૫.૪૯ પોઈન્ટ એટલે કે ૦.૬૯ ટકાના વધારા સાથે ૬૦,૨૨૪.૪૬ પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. એ જ રીતે, એનએસઈ નિફ્ટી ૧૧૭.૧૦ પોઈન્ટ અથવા ૦.૬૭ ટકા વધીને ૧૭,૭૧૧.૪૫ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જેએસડબલ્યુ સ્ટીલમાં ૧૧ ટકાનો ઉછાળો જાેવા મળ્યો હતો. Sensex jumped by 415 points and Nifty by 117 points

મેટલ, રિયલ્ટી અને પીએસયુ બેન્ક સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ ૦.૭ ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ લગભગ એક ટકા વધીને બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ પર ટાટા મોટર્સનો શેર સૌથી વધુ ૨.૭૯ ટકાના વધારા સાથે બંધ થયો હતો. એ જ રીતે એનટીપીસીમાં ૨.૫૨ ટકાનો વધારો જાેવા મળ્યો હતો. આ સિવાય પાવરગ્રીડ, બજાજ ફિનસર્વ, ઈન્ફોસિસ, એશિયન પેઈન્ટ્‌સ, એચડીએફસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આઈટીસીમાં નોંધપાત્ર ઉછાળો જાેવા મળ્યો હતો. આ સિવાય ટીસીએસ, વિપ્રો, એચડીએફસી બેંક અને એક્સિસ બેંકના શેર પણ લીલા નિશાન સાથે બંધ થયા છે.

Tata Steel, Larsen & Toubro, IndusInd Bank, Sun Pharma and Ultratech Cementના શેર સેન્સેક્સ પર લાલ નિશાનમાં બંધ થયા હતા. અમેરિકી ડોલર સામે રૂપિયો નજીવો વધીને ૮૧.૯૨ પર બંધ રહ્યો હતો. અગાઉ તે શુક્રવારે ૮૧.૯૭ના સ્તર પર બંધ થયો હતો. જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે છેલ્લા અઠવાડિયા દરમિયાન બજાર પર એક મોટો ભય હતો કે ફેડ રિઝર્વ આગામી સમયમાં વ્યાજદરમાં આક્રમક વધારો કરી શકે છે. તેના કારણે ટ્રેઝરી યીલ્ડ અને US Dollarમાં ઉછાળો આવ્યો હતો. તે જ સમયે, અદાણી ગ્રૂપને લગતી અનિશ્ચિતતાને કારણે બજારમાં બ્રેક લાગી હતી.

હવે આ બધી વસ્તુઓ બુલ્સ તરફ ઝુકેલી જાેવા મળે છે. યુએસ ફેડ રિઝર્વ આક્રમક રીતે વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતાઓ ઘટી છે. તેનાથી યીલ્ડ અને ડોલર ઈન્ડેક્સ નરમ પડ્યા છે. બીજી તરફ, બલ્ક ડીલને કારણે Adani Groupના શેર અંગે સેન્ટિમેન્ટ સુધર્યું છે. SS2.PG

Copyright © All rights reserved. | Developed by Aneri Developers