Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

BigB: અમિતાભ બચ્ચનના ચાહકો માટે આવ્યા માઠા સમાચાર

અનિવાર્ય કારણ સિવાય પથારીમાંથી ઊભા પણ નહિ થવા સલાહ આપી છે. આથી થોડા સમય સુધી તેમનાં તમામ ફિલ્મ શૂટ, એડ શૂટ તથા અન્ય તમામ વ્યવસાયિક કામ ઠપ રહેશે.

મુંબઈ, મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને હૈદરાબાદમાં ફિલ્મ ‘ પ્રોજેક્ટ કે ‘ નાં શૂટિંગ દરમિયાન એક્શન સીન ભજવતી વખતે પાંસળીમાં ગંભીર ઇજા થઇ છે.

અમિતાભ તરત જ મુંબઈ પાછા આવી ગયા છે અને હવે કેટલાંક સપ્તાહ સુધી તેમણે ઘરે બેડ રેસ્ટ લેવો પડે તેમ છે. અમિતાભને ઇજા થયાનું જાણી તેમના ચાહકોમાં ચિંતાનું મોજું પ્રસર્યું છે. સોશિયલ મીડિયા પર તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છાનો ધોધ વહ્યો હતો.

ખુદ અમિતાભે પોતાના બ્લોગમાં આ ઇજાની માહિતી આપી હતી. અમિતાભનાં જણાવ્યા અનુસાર તેમને છાતીના પાંજરામાં વાગ્યું છે. એક પાંસળી ફૂલી ગઈ છે જ્યારે જમણી બાજુ માંસપેશી ચિરાઈ ગઈ છે.

આ ઇજાની પીડા અસહ્ય હોવાનું સુપર સ્ટાર એ જણાવ્યું હતું. તેમણે હૈદરાબાદની હોસ્પિટલમાં સિટી સ્કેન કરાવ્યું હતું. ત્યારબાદ તબીબી સલાહ અનુસાર તેઓ શૂટિંગ રદ કરી મુંબઈ પરત આવી ગયા હતા. હાલ તેઓ ‘ જલસા ‘ બંગલો માં આરામ હેઠળ છે.

તબીબો એ કેટલાક સપ્તાહ સુધી અનિવાર્ય કારણ સિવાય પથારીમાંથી ઊભા પણ નહિ થવા સલાહ આપી છે. આથી થોડા સમય સુધી તેમનાં તમામ ફિલ્મ શૂટ, એડ શૂટ તથા અન્ય તમામ વ્યવસાયિક કામ ઠપ રહેશે. અમિતાભ અવારનવાર તેમના ચાહકો ને ઝલક આપવા બંગલા નાં ગેટ પર આવે છે

પણ હાલ થોડા દિવસો સુધી ચાહકો ને ધક્કો નહિ ખાવા પણ જણાવ્યું છે. પ્રોજેક્ટ કે ફિલ્મમાં પ્રભાસ અને દીપિકા પાદુકોણ મુખ્ય કલાકારો છે. અગાઉ આ જ ફિલ્મનાં શૂટિંગ વખતે દીપિકા પાદુકોણ માંદી પડી હતી અને તેને હોસ્પિટલ લઈ જવી પડી હતી. આ સાઈ ફાઇ ફિલ્મ આવતાં વર્ષે જાન્યુઆરી માં રિલીઝ થવાનીછે. SS2.PG

Copyright © All rights reserved. | Developed by Aneri Developers