Western Times News

Gujarati News

Jamnagar:કચરાની ગાડીમાં કેરણ ભરી વજન વધારાતું હોવાના કૌભાંડનો પર્દાફાશ

જામનગર, જામનગર શહેરમાંથી મનપા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટ દ્વારા જે કચરો એકત્ર કરવામાં આવે છે તેમાં બિલ્ડિંગ મટીરીયલ્સ એકઠું કરાતું હોતું નથી. પરંતુ, જામનગર મનપાની કચરાની ગાડીમાં કેરણ ભરીને વજન વધુ બતાવાતું હોવાનું વિપક્ષી સભ્યોના ધ્યાન પર આવ્યું હતું. ત્યારે આજે મનપાના વિપક્ષી નેતા સહિત વિપક્ષી કોર્પોરેટરોએ દરોડો પાડી કેરણ ભરેલી કચરાની ગાડી ઝડપી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.પથ્થરો ભરી મનપાને નુકસાન કરવાનો પ્રયાસ કચરાની ગાડીમાં જાે કચરો જ ભરવામાં આવે તો તેનું વજન ઓછું થતું હોય છે. ત્યારે મનપા પાસેથી વધુ પૈસા વસુલવા માટે આ રીતે બિલ્ડિંગનું વેસ્ટ મટીરીયલ ભરીને વજન વધારવામાં આવતું હોવાની વિગતો સામે આવી છે.

થોડા સમય પહેલા મહાનગરપાલિકાના નગરસેવિકા દ્વારા પણ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કે, ડોર ટુ ડોર કચરો ઉપાડતી ગાડીમાં માત્ર બે જ લોકો હોય છે ત્યારે નિયમ પ્રમાણે કચરાની ગાડીમાં ત્રણ લોકો હોવા જાેઈએ અને કચરો ઉપાડનાર મજૂર અને ડ્રાઇવર પણ અલગ હોવા જાેઈએ અને નિયમો પ્રમાણ કામગીરી થવી જાેઈએ. પરંતુ, આ રજૂઆત બાદ પણ આજે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં પોલમપોલ ચાલતી હોવાનું સામે આવ્યું છે. SS3.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.