Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

એક જમાનો હતો જ્યારે ગુજરાતમાં સાઈકલ નહોતી બનતી આજે વિમાન બનવાનું શરૂ થયું છે

પ્રતિકાત્મક

મંત્રીશ્રી એ કહ્યુ કે,રાજ્ય સરકારે ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ રૂ. 8589 કરોડની જોગવાઇઓ સાથે ચાલુ વર્ષે રૂપિયા 1559 કરોડ એટલે કે 18 ટકાનો વધારો સૂચવ્યો છે. એક જમાનો હતો જ્યારે ગુજરાતમાં સાઈકલ નહોતી બનતી. આજે વિમાન બનવાનું શરૂ થયું છે જે ગુજરાત સરકારની દીર્ઘ દ્રષ્ટીનું પરીણામે શક્ય બન્યું છે.

આદિજાતિ વિસ્તારોમાં 8-એગ્રો પ્રોસેસીંગ માટે, 2-સીફૂડ પ્રોસેસીંગ માટે,2-જી.આઇ.ડી.સી. વસાહતો સ્થાપવાનો નિર્ણય લેવાયો છે તેમ જણાવી તેમણે ઉમેર્યું કે, આ ઔદ્યોગિક વસાહતોના વિકાસ માટે રાજ્ય સરકારની સહાય પેટે રૂ.23 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

જેના પરિણામે આજે ભારત સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા જઈ રહ્યું છે ત્યારે ગાંધીનગર ખાતે યોજાયેલ ડીફેન્સ એક્પોમાં 75થી વધુ દેશોએ ભાગ લીધો હતો.

જેમાં 451 થી વધુ એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. “Path to Pride”અને“Invest for Defense” ના સુત્રોને સાચા અર્થમાં સાકારીત કરવામાં આવેલ છે. આ ડીફેન્સ એક્સપોમાં 1100 જેટલી 100% ભારતીય (Indigenous) કંપનીઓએ ભાગ  લીધો હતો. જે ખરેખર દેશ માટે ગૌરવની વાત છે.ભારત 75 દેશોને સંરક્ષણ શસ્ત્રોની નિકાસ કરનારો દેશ બન્યો છે. સંરક્ષણ ક્ષેત્રે ભારતની નિકાસમાં છેલ્લા 5 વર્ષમાં 6 ગણો વધારો થયો છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સંકલ્પથી સિદ્ધિનું પ્રતિક એ મોદી સરકારનો મંત્ર છે. હિન્દુસ્તાન એરોનોટીક્સ લી. હેલિકોપ્ટર ફેક્ટરીનું 2016માં શિલાન્યાસ કરવામાં આવ્યો. અને તેનું જ 2023માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હિન્દુસ્તાન એરોનોટીક્સ લી. (HAL)નું વિસ્તરણ અને વિકાસ કરીને આજે લાઈટ કોમ્બેટ હેલીકોપ્ટ (LCH),

ઈન્ડીયન મલ્ટીરોલ્સ હેલીકોપ્ટર (IMRH)નું ઉત્પાદન અને રીપેરીંગનું કામકાજ હાથ ધરવામાં આવે છે. ભવિષ્યમાં હિન્દુસ્તાન એરોનોટીક્સ લી. (HAL) દ્વારા અન્ય દેશોમાં હેલીકોપ્ટનો નિકાસ કરવાનું પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

ગુજરાતના રાજકોટના શ્રીમતી પ્રિતીબેન પટેલ કે જેઓએ રાસ્પીયન એન્ટરપ્રાઈઝ લી. કંપનીના સી.એમ.ડી. છે. જે કંપનીએ રાજકોટમાં પિસ્તોલ  અને એસોલ્ટ રાઈફલ બનાવવા માટેના પ્લાન્ટની સ્થાપના કરાઈ છે.

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers
Exit mobile version