Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

રેલવે રાજ્યમંત્રી અચાનક જ કેમ જામનગર રેલવે સ્ટેશના નિરીક્ષણ માટે પહોંચ્યા

ભારત સરકારના ટેક્સટાઈલ અને રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોશ આજે જામનગર રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન, માનનીય કાપડ અને રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોશે જામનગર સ્ટેશન પર ઉપલબ્ધ યાત્રી સુવિધાઓ ની સમીક્ષા કરી હતી

Darshana Zardosh inspected Jamnagar railway station today

અને સ્ટેશન પર સ્થિત “વન સ્ટેશન વન પ્રોડક્ટ” સ્ટોલ અને અન્ય કેટરિંગ સ્ટોલનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અનિલ કુમાર જૈન અને ભાવનગર ડીવીઝનલ રેલવે મેનેજર શ્રી મનોજ ગોયલ સાથે બંને ડીવીઝનને લગતા રેલવે પ્રોજેક્ટ ની સમીક્ષા કરી હતી.

આ સાથે તેમણે જામનગર સ્ટેશન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે રેલવે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. આ પ્રસંગે જામનગરના માનનીય મેયર શ્રીમતી બીના બેન કોઠારી, રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીના, ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી માશુક અહેમદ અને બંને ડિવિઝનના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

તે સિવાય તેણીએ જામનગરની મુલાકાત દરમિયાન બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલની વિદ્યાર્થીનીઓને સંબોધિત કરી હતી.

તેમની સાથે માસિક સ્રાવની સ્વચ્છતા વિશે વાત કરી અને માનનીય પીએમ શ્રીને પ્રકાશિત કરી @narendramodi
અમારી છોકરીઓ અને મહિલાઓ માટે આરોગ્ય સંભાળ પર જીનો ભાર.આ યુવતીઓમાં સેનેટરી નેપકીનનું પણ વિતરણ કર્યું હતું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers