Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

રાજ્યના ખેડૂતને 1 કિલોએ રૂપિયા 2 ની સહાય આપવામાં અપાશે

ગાંધીનગર, રાજ્યમાં પલટાતા હવામાનને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે ડૂંગળી અને બટાકા પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે. ડુંગળી અને બટાકાના ખેડૂતો માટે રાજ્ય સરકારે સહાય જાહેર કરી છે.

આ બાબતે રાઘવજી પટેલનું મહત્તવનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે, ગુજરાત રાજ્યમાં બજારમાં લાલ ડુંગળીના ભાવ ઓછા જણાય છે. આ પરિસ્થિતિના સંદર્ભે એક કિલોએ રૂપિયા બે ની સહાય ખેડૂતને આપવામાં અપાશે.

ખેડૂત દીઠ વધારેમાં વધારે ૫૦૦ કટ્ટા માટેની સહાય આપવામાં આવશે. ૭૦ કરોડની સહાય રાજ્ય સરકાર ચુકવણી કરશે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, સરકાર ટ્રાન્સ્પોર્ટેશનના ખર્ચ માટે ૨૦ કરોડ ફાળવશે. રાજ્ય અને દેશ બહાર ડુંગળીના નિકાસ માટે ૨૦ કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. Farmers of the state will be given assistance of Rs 2 per 1 kg

આ ઉપરાંત મંત્રીએ જણાવ્યુ કે, બટાકા અન્ય રાજ્યમાં મોકલવામાં સહાય કરવામાં આવશે. એક ખેડૂતને એક કટ્ટાના ૫૦ રૂપિયા આપવામાં આવશે. રાજ્ય સરકાર ૬૦૦ કટ્ટા સુધી સહાય કરાશે.

રાઘવજીએ એમ પણ જણાવ્યુ કે, બજારમાં લાલ ડુંગળીના ભાવ ઓછા છે. બટાકાની નિકાસ માટે વાહન ખર્ચમાં સહાય આપવામા આવશે. રોડ ટ્રાન્સપોર્ટથી બટાકાની નિકાસ પર ૫૦ રૂપિયા પ્રતિ મેટ્રિક ટન સહાય અપાશે. રેલવે મારફત બટાકાની નિકાસ કરે તો વાહતના ખર્ચના ૧૦૦ ટકા અથવા ૧૧૫૦ રૂપિયા પ્રતિ મેટ્રીક ટનની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે.

દેશ બહાર બટાકાની નિકાસ કરે તો કુલ વાહતના ખર્ચના ૨૫% અને ૧૦ લાખની મર્યાદામાં બેમાંથી જે ઓછુ હોય તે ખેડુત કે વેપારી દીઠ ટ્રાન્સપોર્ટ સબસીડી આપવામાં આવશે. આ સહાય ૩૦ એપ્રિલ સુધી આપવામાં આવશે.

આ ઉપરાંત બટાકા પકવતા ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાકાનો સંગ્રહ કરે તો પ્રતિ કિલો ૧ રૂપિયા લેખે ખેડૂતને એક કટ્ટાના ૫૦ અને વધારેમાં વધારે ૬૦૦ કટ્ટાની મર્યાદામાં સહાય અપાશે. આ સહાય ૧ ફેબ્રુઆરી ૨૦૨૩થી ૩૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં આપવામાં આવશે. જેના માટે ૨૦૦ કરોડની સહાય જાહેર કરવામાં આવી છે.SS1MS

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers