Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

એરપોર્ટ પર નો મેકઅપ લૂકમાં દેખાઈ SRKની લાડલી સુહાના

મુંબઈ, Actor SRKની દીકરી સુહાના ખાન હાલમાં જ એરપોર્ટ પર નો મેકઅપ લૂકમાં જાેવા મળી હતી. લાંબા સમયથી શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનના બોલિવૂડ ડેબ્યુની રાહ જાેવાઈ રહી છે.તે ઝોયા અખ્તરની ફિલ્મ સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. રીમા કાગતીના પ્રોડક્શન હેઠળ બની રહેલી આ ફિલ્મમાં સુહાના ખાન સિવાય અગસ્ત્ય નંદા, ખુશી કપૂર અને વેદાંગ રૈના પણ જાેવા મળશે.

ધ આર્ચિઝમાં સુહાના ખાન વેરોનિયાક લૉજ, અગસ્ત્ય આર્ચી એન્ડ્ર્યુ અને ખુશી બૈટી કૂપર તેમજ વેદાંગ જહહેડ જાેન્સના પાત્રમાં જાેવા મળશે. આ મ્યુઝિકલ ફિલ્મના માધ્યમથી ચાર એક્ટર્સ બોલિવૂડ ડેબ્યુ કરવા જઈ રહ્યા છે.

ધ આર્ચીઝ અમેરિકન ટીન ડ્રામા રિવરડેલનું હિન્દી અડેપ્શન છે. જાે કે ભારતના દર્શકોને ધ્યાનમાં રાખીને તેને દેસી ટિ્‌વસ્ટ સાથે બનાવવામાં આવશે.SRK’s darling Suhana appeared in a no makeup look at the airport

ઝોયા અખ્તરે વર્ષ ૨૦૨૧માં આ ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યુ હતું કે તે ધ આર્ચીઝ બનાવવા બાબતે ઘણી ઉત્સાહિત છે. તેણે જણાવ્યું કે બાળપણમાં તે આ સિરીઝને ખૂબ પસંદ કરતી હતી. આ શૉને આખી દુનિયામાં પસંદ કરવામાં આવ્યો હતો. અત્યારે ઝોયા અખ્તર પોતાની અપકમિંગ ફિલ્મ ખો ગયે હમ કહાં પણ બનાવી રહી છે. આ ફિલ્મમાં અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને આદર્શ ગૌરવ જાેવા મળશે.

ફિલ્મ પાસેથી સૌને ખૂબ અપેક્ષા છે કારણકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ત્રણ દિગ્ગજ પરિવારના બાળકો ડેબ્યૂ કરી રહ્યા છે. ઝોયા અખ્તરે ગત વર્ષે નવેમ્બરમાં દેસી આર્ચીઝની જાહેરાત કરી હતી.

હવે ફિલ્મનું ટીઝર આવી ગયું છે ત્યારે ફેન્સને પસંદ આવી રહ્યું છે. ધ આર્ચીઝ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. ફિલ્મ કુછ કુછ હોતા હે પણ ધ આર્ચીઝ પર આધારિત હતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers