Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Gujarat:કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા આદેશ

ગાંધીનગર, રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાનનો સર્વે કરવાનો મુખ્યમંત્રીએ કર્યો આદેશ કર્યો છે. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી દરમિયાન કૃષિમંત્રી રાઘવજી પટેલે આ જાહેરાત કરી છે. Gujarat: Order to survey damage due to monsoon rains

કૃષિમંત્રીએ જણાવ્યુ કે રાજ્યમાં ખેડૂતોના હિતમાં તાત્કાલિક ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી માવઠાની સ્થિતિને પગલે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. જેમા કેરીના પાકને પણ વ્યાપક નુકસાન થયુ છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં માવઠાના મારથી કેરીના પાકને પારાવાર નુકસાન પહોંચ્યુ છે. એક લાખ હેક્ટરમાં કેરીના પાકને નુકસાન થયુ હોવાની આશંકા સેવાઈ રહી છે. ભારે પવન અને વરસાદના કારણે કેરીના પાકના મોરવા તૂટી પડ્યા છે. રાજ્ય સરકાર ઝડપથી સર્વે કરી સહાય ચુકવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.

હવામાન વિભાગે પણ આગામી ત્રણ દિવસ રાજ્યમાં સામાન્યથી છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરી છે. આ ત્રણ દિવસ દરમિયાન ઠંડર સ્ટ્રોમ અને હેલસ્ટ્રોમ એક્ટિવિટી પણ રહેશે. ત્રણ દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેશે.

જ્યારે ૧ ડિગ્રી તાપમાન ઉપર નીચે રહી શકે છે. અમરેલી, સોમનાથ, ભાવનગરમાં વરસાદની પડવાની આગાહી છે તો બીજી તરફ રાજકોટ, અમરેલી અને બનાસકાંઠામાં કરા પડવાની પણ સંભાવના છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers