Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

આલિયા ભટ્ટ ૨૦૨૩ની વેરાયટીની સૌથી પ્રભાવશાળી આંતરરાષ્ટ્રીય મહિલાઓની યાદીમાં સામેલ

મુંબઈ, આલિયા ભટ્ટ બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી છે. એકથી એક શ્રેષ્ઠ ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ બતાવનારી આ અભિનેત્રીનું ફેન ફોલોઈંગ સમગ્ર દુનિયામાં છે. બોલીવુડમાં પોતાના દમદાર અભિનય બતાવ્યા બાદ આલિયા હોલીવુડની દુનિયામાં એન્ટ્રી કરવા જઈ રહી છે પરંતુ તે પહેલા અભિનેત્રી માટે એક મોટી ખુશખબર છે. તાજેતરમાં જ આલિયા ભટ્ટે વેરાયટીમાં પોતાનું સ્થાન બનાવ્યુ છે. આલિયા ભટ્ટ વર્ષ ૨૦૨૩ની વેરાયટીની સૌથી પ્રભાવશાળી આંતરરાષ્ટ્રીય મહિલાઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે.

આલિયા ભટ્ટની ગંગૂબાઈ કાઠિયાવાડી, આરઆરઆરઅને બ્રહ્માસ્ત્રને બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા મળી હતી. હવે ૨૦૨૩ની પ્રભાવશાળી આંતરરાષ્ટ્રીય મહિલાઓની યાદીમાં આલિયાનું નામ આવ્યા બાદ તેમની અને તેમના ચાહકોની ખુશી બમણી થઈ ગઈ છે. આ યાદીમાં એવી અમુક હસ્તીઓના નામ સામેલ છે, જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોના મનોરંજનમાં પોતાનું યોગદાન આપ્યુ છે.

આલિયા ભટ્ટને આ સન્માન ફિલ્મ આરઆરઆર, બ્રહ્માસ્ત્ર અને ગંગૂબાઈ કાઠિયાવાડીમાં તેમના શાનદાર પ્રદર્શન માટે આપવામાં આવ્યુ છે. આ વાતની જાણકારી પોતે અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલના માધ્યમથી આપી. આલિયા સિવાય આ લિસ્ટમાં એચબીઓ હિટ હાઉસ ઓફ ધ ડ્રેગનની એક્ટ્રેસ છે- મિલ્લી એલ્કૉક, એમિલી કેરી, ઓલિવિયા કુક, એમ્મા ડી’આર્સી, સોનોયા મિજુનો. લિસ્ટમાં સ્પેનિશ સિંગર રોજાલિયાનું પણ નામ છે. SS2.PG

Copyright © All rights reserved. | Developed by Aneri Developers